ઝારખંડમાં રોપ-વે તૂટતા 2ના મોત : ૪૮ લોકો ફસાયા
ઝારખંડ રાજયના દેવધર ખાતે આવેલા ત્રણ પર્વતોની વચ્ચે નખાયેલા રોપ -વેની બે કેબલ કાર સામ સામે અથડાતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જયારે રોપ-વેની કેબલ કારમાં ૪૮ ટુરીસ્ટો ફસાયેલા છે તેમને બચાવી લેવા ભારે પ્રયાસો થઈ રહ્ના છે.
10 થી વધુ કેબલ કારમાં જઈ રહેલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યા છે. ઝારખંડના પર્યટનમંત્રી સ્થળ ઉપર દોડી ગયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે સામ સામેથી આવતી બે કેબલ કાર અથડાવવાના કારણે આ અકસ્માત થયો છે.
ઝારખંડના દેવઘર જિલ્લામાં બચાવ કાર્યમાં લાગેલા બે ઈન્ડીયન એર ફોર્સના Mi-17 હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે. અકસ્માતને કારણે ઘણા લોકો રોપ-વે ટ્રોલીમાં ફસાયા છે અનેક લોકો જેને ઉતારવા માટે બે હેલિકોપ્ટરો અને આઈટીબીપીના જવાનોની મદદ લેવાઈ રહી છે.
Accident in Jharkhand’s Trikut Ropeway
Airforce is on duty to rescue 40 people stuck since last 4pm yesterday. pic.twitter.com/rJwnFqvJKp— Jai 🇮🇳 (@Junkie4news_) April 11, 2022