કુલગામમાં શિરાજ મૌલવી અને કુખ્યાત રિયાઝ અંતે ઠાર થયો
જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે માહિતી આપતા કહ્યુ છે કે શ્રીનગર અથડામણમાં ઠાર થયેલા ત્રાસવાદી લેથપોરા ત્રાસવાદી હુમલાના આરોપીનો સંબંધી હતો. Two Militants killed in kulgam Encounter in Jammu Kashmir
કુલગામ અથડામણમાં માર્યા ગયેલા ત્રાસવાદીની પણ ઓળખ કરી લેવામાં આવી છે. તે શિરાજ મૌલવી તરીકે ઓળખાયો છે. પુલવામા હુમલાના આરોપીના સંબંધી આમીર રિયાઝ માર્યો ગયો છે.
તે ખીણમાં ખીણમાં આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યો હતો. રિયાજ મુજાહિદ્દીન ગજવાતુલ હિન્દ સાથે જાેડાયેલો હતો. કુલગામમાં ઠાર થયેલા ત્રાસવાદીની ઓળખ હિઝબુલના જિલ્લા કમાન્ડર શિરાજ મૌલવી તરીકે થઇ છે.
સર્ચ ઓપરેશનની પ્રક્રિયાને વધારે તીવ્ર અને ઝડપી બનાવી દેવામાં આવી છે. બીજી બાજુ અથડામણમાં એક સુરક્ષા જવાન ઘાયલ છે. એમ કહેવામાં આવ્યુ છે કે અથડામણના પાજલપોરા વિસ્તારમાં થઇ રહી હતી. સુરક્ષા દળોને અહીં ત્રાસવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સર્ચ ઓપરેશન મોટા પાયે હાથ ધરવામાં આવ્યુ હતુ. જેના કારણે ત્રાસવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો.
જેના જવાબમાં પોલીસ અને સુરક્ષા દળોએ જાેરદાર જવાબી કાર્યવાહી કરી હતી. સોમવારના દિવસે એક સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષા દળોએ ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહ્દીનના બે ત્રાસવાદીઓ પકડાયા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૧૯માં ૮૦ ટકા ત્રાસવાદી હિંસા વધી ગઇ હતી. જાે કે કલમ ૩૭૦ની નાબુદી બાદ સુરક્ષા દળોએ ત્રાસવાદીઓ સામે જાેરદાર ઓપરેશન હાથ ધર્યુ છે. જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા છે. અનેક વિસ્તાર ત્રાસવાદમુક્ત થયા છે.