Western Times News

Gujarati News

જેલમાં લેમ્પમાં સંતાડી રાખેલા બે મોબાઈલ મળી આવ્યા

વડોદરા, વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીએ મોબાઈલ સંતાડવા માટે નવો નુસખો અજમાવ્યો છે. પાકા કામના કેદીઓ એલઈડી લેમ્પમાંથી સર્કિટ કાઢી નાખી તેની અંદર બે મોબાઈલ સંતાડી દીધા હતા. જેલના કર્મચારીઓ લેમ્પ બંધ હોય શંકા ગઈ હતી જેથી લેમ્પ નીચે ઉતારી જાેતા તેમાં સિમકાર્ડ વગરના બે મોબાઈલ મળી આવ્યા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર વડોદરા સેન્ટ્રલના સ્ટાફ કવાટર્સમાં રહેતા ધીરુભાઈ એસ. સોલંકી રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ર૦ નવેમ્બરના રોજ મારી ડયુટી જેલમાં જેલર તરીકે હતી તે દરમિયાન સર્કલ વિભાગ યાર્ડ નં.૯ બેરેક નં.૧માં ફરજ બજાવતા જેલ સહાયકને સાથે રાખી ઝડતી સ્કવોર્ડના કર્મચારીઓ દ્વારા યાર્ડ નં.૯ બેરેક નં.૧માં ઝડતી કરવા માટે ગયા હતા તે દરમિયાન રેકમાં પ્રવેશતા એલ.ઈ.ડી. લેમ્પ બંધ હતો જેથી જેલના ઝડતી સ્કવોર્ડના કર્મચારીઓને શંકા ગઈ હતી જેથી સીડી મંગાવી ઝડતી સ્કવોર્ડ સિપાઈએ લેમ્પ નીચે ઉતારીને ચેક કર્યો હતો ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા.

એલ.ઈ.ડી. લેમ્પની સર્કિટ કાઢીને તેમાં બે મોબાઈલ સંતાડી દીધા હતા બંને મોબાઈલોમાંથી સિમકાર્ડ કાઢી લીધા હતા. આ બાબતે બેરેકના કેદીઓની પુછપરછ કરતા આ બંને મોબાઈલ પાકા કેદી નામે મુન્ના મોયુદ્દીન શેખ વાપરતા હોવાનું જણાવ્યું હતું

ત્યારે સવાલ એ થાય છે કે જેલમાં આટલી કડક સિકયુરિટી હોવા છતાં મોબાઈલ કેવી રીતે ઘુસાડાયા છે તેની જેલ સત્તાધીશો જાણવાની શુદ્ધા કોશિશ પણ કરતા નથી. રાવપુરા પોલીસે મુન્ના શેખ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે ખોલી નંબર ૯ના શૌચાલયની બારીમાં સંતાડેલો મોબાઈલ મળી આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.