ઝઘડિયા GIDCમાં ફાયરિંગની ઘટનામાં વધુ બે આરોપીની ધરપકડ
જયમીન પટેલ સહિત ૬ ની ધરપકડ થયા બાદ વધુ બે આરોપીને પોલીસે ધરપકડ કરતા અત્યાર સુધી ૮ લોકોની અટકાયત
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડીયા જીઆઈડીસીમાં ૧૦ રાઉન્ડ ફાયરિંગ થયેલ જે ઘટનામાં રોજ રોજ નવા વળાંકો આવી રહ્યા છે.ફરિયાદી રજની વસાવાએ જયમીન પટેલ સહિત ૧૫ સામે ગુનો નોંધાવ્યો હતો અને પોલીસે ફાયરિંગમાં ?વપરાયેલ કારતુસ કબજે કરી હતી. Two more accused arrested in firing incident at Jangiya GIDC
જેમાં પોલીસે છ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.જેમાં બે વધુ આરોપીનું નામ જાેડાયું હતું.જે અગાઉના તમામને કોર્ટ સમક્ષ હાજર કરી ૧૪ દિવસના રિમાન્ડ તપાસ અધિકારી દ્વારા માંગવામાં આવતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજુર રાખ્યા હતા.
તપાસ કરનાર પોલીસ ટીમે વધુ બે આરોપી જીતેશ ઉર્ફે ભદો જીવન વસાવા રહે.વાલિયા તથા કમલેશ ઉર્ફે કમો કનુ વસાવા રહે નવાદીવા અંકલેશ્વરની ધરપકડ કરી છે.ફરિયાદી રજની વસાવાએ તેની ફરિયાદમાં લખાવેલા ૧૫ નામ પૈકી વધુ ચાર નામ ગોરીબારની ઘટનામાં બહાર આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદી રજની વસાવાએ જયમીન પટેલ સહિતના ૧૫ સામે ગુનો નોંધાવ્યો હતો.જ્યારે પોલીસ તપાસમાં વધુ ચાર નામ આકાશ યાદવ, ધવલ પટોડિયા, જીતેશ ઉર્ફે ભદો જીવન વસાવા, કમલેશ ઉર્ફે કમો કનુ વસાવા ના બહાર આવતા કુલ આ ગુનામાં ૧૯ જેટલા આરોપીઓની નામ જાેગ ફરિયાદ નોંધાઈ ચૂકી છે,
ફરિયાદીએ ૨૫ થી ૩૦ નું ટોળું હુમલો કરવા આવ્યું હતું તેમ જણાવ્યું હતું.જેથી હજુ વધુ માથાઓના નામ બહાર આવે તેવી વકી છે.
ઉલ્લેખનીય છે કે ફાયરિંગની ઘટનાનો મુખ્ય આરોપી હજુ પોલીસ પહોંચી બહાર છે અને ફાયરિંગમાં વપરાયેલી રિવોલ્વર ધારિયુ તથા અન્ય હથિયારોનો મુદ્દામાલ કબ્જે થયો નથી.