કોંગ્રેસના વધુ બે પૂર્વ ધારાસભ્યોએ કેસરિયો ધારણ કરી લીધો

ગાંધીનગર, લોકસભા ચૂંટણી ૨૦૨૪ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટા અને રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. હજુ થોડા દિવસ પહેલા જ વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.
હવે ગુજરાત કોંગ્રેસમાં મોટા માથા કહેવાતા, જામજાેધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ તેમજ બરોડા ડેરીના ડિરેકટર કુલદીપસિંહ રાઉલજી પોતાના સમર્થકો સાથે ભાજપમાં જાેડાઈ ગયા છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે સોમવારે બપોરે એક કાર્યક્રમમાં ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલને કેસરિયો પહેરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં ચિરાગ કાલરિયા જામજાેધપુરની બેઠકથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા, જ્યારે બાલકૃષ્ણ પટેલ ૨૦૨૨માં ડભોઇ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. જાે કે બાલકૃષ્ણ પટેલ ભાજપમાંથી જ કોંગ્રેસમાં ગયા હતા. SS2SS