કેરલમાં રામાયણની ક્વિઝમાં બે મુસ્લિમ ભાઈઓ વિજેતા બન્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/08/Keral.jpg)
કોચ્ચી, કેરલના મલપ્પુરમમાં રામાયણ પર ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝમાં પાંચ સ્પર્ધકોને વિજેતા ઘોષિત કરવામા આવ્યા હતા. આ વિજેતઓમાંથી બે સ્પર્ધકોએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. જેવું આ બંનેની જીતની ખબર પડી તો, લોકોએ શુભકામનાનો વરસાદ કરી દીધો.
કેરલ પબ્લિશિંગ ગાઉસે જેવુ મોહમ્મદ ઝાબિર પીકે અને મોહમ્મદ બસીથ એમને વિજેતા ઘોષિત કર્યા તો, લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ પડ્યો હતો. આ ક્વિઝ સ્પર્ધકોમાં ૧૦૦૦થી વધારે લોકોએ ભાગ લીધો હતો અને જૂલાઈ-ઓગસ્ટની વચ્ચે આયોજીત કરી હતી.
મોહમ્મદ બસીથ એમને રામાયણની કેટલીય ચોપાઈઓ કંઠસ્થ છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે સૌથી પસંદગીની ચોપાઈ કઈ છે, તો તેણે અયોધ્યા કાંડની ચોપાઈ સૌથી વધારે ફેવરિટ હોવાનું કહ્યું જેમાં લક્ષ્?મણનો ક્રોધ અને ભગવાન રામ તરફથી આપવામાં આવતી સાંત્વનાનો ઉલ્લેખ કર્યો છે.
રમાયણ ક્વિઝમાં જીતનારા ઝાબિરે કહ્યું કે, તમામ ભારતીયોએ રામાયણ અને મહાભારત વાંચવી જાેઈએ. રામાયણ અને મહાભારત આપણી સંસ્કૃતિ, પરંપરા અને ઈતિહાસનો ભાવ છે. તેમણે આગળ કહ્યું કે, તેમનું માનવુ છે કે, આ ગ્રંથને શિખવાની અને સમજવાની આપણી જવાબદારી છે.
બીજા મુસ્લિમ વિજેતા બસીથે જીત બાદ કહ્યું કે, જાે આપણે રામાયણ અને મહાભારતનો વ્યાપક સ્તર પર અધ્યયન કરીએ તો, તે અન્ય સમુદાય અને તેના લોકોને સમજવામાં વધારે મદદ કરશે. બસીથ એમે કહ્યું ેક, કોઈ પણ ધર્મ નફરત કરવાનું શિખવાડતો નથી.HS1MS