Western Times News

Gujarati News

ફિલ્મ “પુષ્પા-૨”માં બે નવી અભિનેત્રીઓએ કરી એન્ટ્રી

મુંબઈ, બધા લોકો અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રથમ ભાગે આખી દૂનિયામાં ધૂમ મચાવી છે. એ જ આશા હવે આ ફિલ્મ પાસેથી પણ છે.

પિક્ચરનું શૂટિંગ હજી પૂરું થયું નથી. અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાન્ના અને સુકુમાર તેના પર સતત કામ કરી રહ્યા છે. મુવીને લઈને સતત ચર્ચા જાગી છે. દરરોજ કેટલાક અપડેટ મળતા રહે છે. પરંતુ હવે આ મચ અવેટેડ સિક્વલમાં બે મોટી અભિનેત્રીઓની એન્ટ્રીના સમાચાર સામે આવી રહ્યા છે.

રશ્મિકા  મંદાન્ના ‘પુષ્પા ઃ ધ રૂલ’માં અલ્લુ અર્જુન સાથે કામ કરી રહી છે. હાલમાં જ ખબર પડી હતી કે પિક્ચરમાં એક ખાસ ગીત હશે. જેના માટે દિશા પટનીનું નામ સામે આવી રહ્યું હતું. હવે આ બંને સિવાય વધુ બે અભિનેત્રીઓ આ ફિલ્મ સાથે જોડાયેલી છે. આ બે એક્ટ્રેસ એટલે કે જાન્હવી કપૂર અને સામંથા રૂથ પ્રભુ. પુષ્પા ૨’ને પહેલા ભાગ કરતા પણ મોટી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. મેકર્સે આ માટે ઘણું પ્લાનિંગ કર્યું છે. એક્શન સિક્વન્સથી લઈને ગીતો સુધીની તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે.

તાજેતરમાં તેલુગુ સિનેમા નામની વેબસાઈટ પર એક અહેવાલ પ્રકાશિત થયો છે. આ મુજબ નિર્માતા બીજા ભાગમાં થોડું ગ્લેમર લાવવા માંગે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મુવીમાં જાહ્નવી કપૂર એન્ટ્રી કરી શકે છે. તેની ભૂમિકા ઘણી મહત્વની હોઈ શકે છે. ખરેખર આ દિવસોમાં જાન્હવી કપૂર બે મોટા સુપરસ્ટાર સાથે કામ કરી રહી છે. તેમનો પહેલો પ્રોજેક્ટ છે- દેવરા.

આમાં તે જુનિયર દ્ગ્‌ઇ સાથે જોવા મળી રહી છે. હાલમાં જ તેને રામચરણની ફિલ્મ માટે સાઈન કરવામાં આવ્યો છે. જેનું ટાઈટલ હજુ ફાઈનલ થયું નથી. જો કે અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨’માં તે કેવો રોલ ભજવશે તે હજુ સુધી નિર્માતાઓએ તેની ઓફિશિયલ જાહેરાત કરી નથી. સામંથા રૂથ પ્રભુ અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ના પહેલા ભાગમાં જોવા મળી હતી.

તેના ગીત ‘ઓ અટાવા’એ ખૂબ જ ધૂમ મચાવી હતી. જો કે આ વખતે તે આઈટમ નંબર કરતી જોવા મળશે નહીં. આ જાહેરાત પહેલા જ કરવામાં આવી હતી. તાજેતરના અહેવાલો અનુસાર તે ગીતની શરૂઆતમાં અથવા અંતમાં દેખાઈ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.