અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર કાર ચાલકે બાઈકને ટક્કર મારતા બે ઈસમો બ્રિજ નીચે પટકાયા
અકસ્માતના પગલે એકનું મોત એક ઘાયલ
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લામાં દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે આજરોજ પણ અંકલેશ્વરના સુરવાડી બ્રિજ ખાતે કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારતાં બ્રિજ નીચે પટકાયેલા એક ઈસમનું મોત નિપજ્યું હતું તો એક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
અંકલેશ્વરના સુરવાડી બ્રિજ ઉપરથી બાઈક લઈ પસાર થતા ઈસમોને કારના ચાલકે પાછળના ભાગેથી ટક્કર મારતા બાઈક પર સવાર બંને ઈસમો બ્રિજ પરથી નીચે પટકાયા હતા.જ્યાં તેઓને ગંભીર ઈજાઓના પગલે એક ઈસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો અન્ય એક ઈસમ ઘાયલ થતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતની ઘટના બાદ સ્થળ ઉપર લોક ટોળા ભેગા થતા બ્રિજ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.જાેકે ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકે થતા પોલીસના કાફલો સ્થળ પર પહોંચી જઈ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથધરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.