Western Times News

Gujarati News

ઝાયડસ બ્રિજ પર અકસ્માત સર્જાતા બે લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. બીજી તરફ ગુજરાત હાઇકોર્ટમાં આજે રખડતા ઢોર અને રસ્તાઓની સ્થિતિ વચ્ચે મહત્ત્વની સુનાવણી પણ થવાની છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ઝાયડસ બ્રિજ પર રખડતા ઢોરને પગલે અકસ્માત થયો છે. રખડતા પશુને કારણે ટેમ્પો રોડ પર પલટી ગયો હતો. અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે.

બંનેને સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં પશુનું મોત થયું છે. રોડ પર થયેલા અકસ્માતને પગલે ટ્રાફિકને અસર પહોંચી હતી. અકસ્માત બાદ ટેમ્પો પલટીને રોડની બીજી સાઇડમાં પડ્યો હતો.

બીજી તરફ અકસ્માતને પગલે અન્ય એક વાહનનો પણ નુકસાન પહોંચ્યું હતું. રાજ્યભરમાં ઢોરના ત્રાસને કારણે અનેક લોકોના જીવ ગયા છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટે ૨૪મી ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને ટકોર કરતા વેધક સવાલો પૂછ્યા હતા.

કોર્ટે સરકારને કહ્યું હતુ કે, જાે આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. આ સાથે હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સીધો પ્રશ્ન કર્યો હતો કે, રખડતા ઢોરોના ત્રાસ નિવારણ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વારંવાર જાહેર કરાયેલા મહત્વના આદેશો છતાં રખડતા ઢોરોની ગંભીર સમસ્યાનું નિરાકરણ શા માટે નથી આવ્યું? ૨૪મી તારીકે ફરી હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. જેમાં કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે રખડતા ઢોરને કારણે કોઇનો જીવ ન જવો જાેઇએ.

જાે આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. સરકાર આ મામલે તાત્કાલિક જવાબ રજૂ કરે અને આ મુદ્દે ઝડપી કાર્યવાહી કરે.

ગુજરાત હાઇકોર્ટે ગઇકાલે પણ રાજ્ય સરકારને સીધો પ્રશ્ન કર્યો હતો કે, રખડતા ઢોરોના ત્રાસ નિવારમ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વારંવાર જાહેર કરાયેલા મહત્વના આદેશો છતાં રખડતા ઢોરોની ગંભીર સમસ્યાનું નિરાકરણ શા માટે હજુ સુધી આવ્યું નથી? તો આજે ફરી હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, રખડતા ઢોરને કારણે કોઇના જીવના જવા જાેઇએ.

જાે આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. આ પહેલા હાઇકોર્ટે એવી પણ ટકોર હતી કે, શહેરના મોટાભાગના રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર જાેવા મળી રહ્યા છે. જે અદાલતના હુકમનું પાલન નહીં થઇ રહ્યુ હોવાની વાતને સ્પષ્ટ કરે છે. ગત સોમવારે પણ સરકાર પક્ષ તરફથી કોઇ સંતોષજનક ખુલાસો કરાયો ન હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.