એરિઝોનામાં હવામાં બે વિમાન ટકરાયા, ૨ લોકોના મોત

એરિઝોના, અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના સર્જાઇ છે. અમેરિકાના એરિઝોના એરપોર્ટ પર બે વિમાન વચ્ચે હવામાં ટક્કર થતાં બે લોકોના મોત નીપજ્યા છે.
મારાના પોલીસે વિભાગે જણાવ્યું હતું કે આ દુર્ઘટના ૧૯ ફેબ્રુઆરીએ અવરા વૈલી અને સૈંડેરિયો રોડ સ્થિત મારાના રીજનલ એરપોર્ટ પર સર્જાઇ હતી. આ અકસ્માતમાં ૨ લોકોના મોતની પુષ્ટિ થઇ છે. હજુ સુધી વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થઇ નથી.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટામાં એરપોર્ટ પાસે ધુમાડાના ગોટેગોળા જોવા મળી રહ્યા છે. મારાનામાં એક રીજનલ એરપોર્ટ છે. આ ટક્સનના ઉત્તર-પશ્વિમમાં સ્થિત એક શહેર છે. એફએએ અને એનટીએસબી અકસ્માતની તપાસ કરશે.
રિપોર્ટસમાં એ પણ કહેવામાં આવ્યું છે કે અકસ્માત વખતે બંને વિમાનોમાં લોકો સવાર હતા. આ પહેલાં પણ અમેરિકામાં ફ્લાઇટ અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઇ હતી, જેમાં ૬૦થી વધુ લોકોના મોત થયા હતા.
મારાના પોલીસ વિભાગે પુષ્ટિ કરી છે કે બે લોકો એક વિમાનમાં સવાર હતા અને કહ્યું કે બચાવકર્મીઓને તેમને મેડિકલ સર્વિસ આપવાની તક ન મળી. બીજા વિમાનમાં બે લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે, તેમને કોઇ ઇજા પહોંચી નથી. ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલવવામાં મદદ કરી હતી.SS1MS