ફુટબોલ મેચમાં અચાનક વિજળી પડતા બે ખેલાડીઓના મોત
સુંદરગઢ, ઓડિશાના સુંદરગઢ જિલ્લાના એક ગામમાં ફુટબોલ મેચ દરમિયાન આકાશીય વિજળી પડવાથી બે ફુટબોલ ખેલાડીઓના મોત થઈ ગયા છે. આ દરમિયાન લગભગ ૨૫ જેટલા લોકો ઘાયલ પણ થઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું છે કે, સુંદરગઢ જિલ્લાના નુઆગાંવના બનીલતા વિસ્તારમાં એક મેદાનમાં એક ફુટબોલ મેચ ચાલી રહી હતી.
અચાનક આકાશમાં વાદળ મંડાયા અને વરસાદ થવા લાગ્યો. ખેલાડીઓ કવર લેવા માટે દોડી રહ્યા હતા. આ દરમિયાન આકાશમાંથી વિજળી પડી. જેમાં બે ખેલાડીઓના મોત થઈ ગયા. અન્ય કેટલાક ખેલાડી અને દર્શકો સહિત ૨૫ લોકો ઘાયલ થઈ ગયા હતા. પરતગુટા ગામના માઈકલ સુરીન (૧૬) અને અજય લખુઆ (૨૩)નું મોત થઈ ગયું હતું. જ્યારે ૧૨ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.
ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ભરતી કરાવ્યા છે. ત્યાર બાદ તેમને રાઉરફેલાની ઈસ્પાત હોસ્પિટલમાં રેફર કર્યા છે. અમુક ઘાયલ લોકોને સ્થાનિક લોકોએ ગાયનો ગોબર તેમની ડોક પર કવર કરી દીધો હતો, તેમનું માનવુ છે કે ,તેનાથી વિજળીની અસર ઓછી થઈ જાય છે. હોસ્પિટલના ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, ઘાયલ થયેલા લોકોમાં બેની હાલત અત્યંત ગંભીર છે.
આપને જણાવી દઈએ કે, ઓડિશા દેશમાં સૌથી વધારે વિજળી પડવાની ઘટનાવાળું રાજ્ય છે. છેલ્લા બે દાયકામાં ૨૧.૭૩ લાખ આકાશીય વિજળી પડવાની ઘટનાનો દાવો કર્યો છે. તેમાં ૫૭૦૬ લોકોના જીવ ગયા છે. ૨૦૦૧-૨૦૧૭ અને ૨૦૧૮ને છોડીને ૨૦૦૦ અને ૨૦૨૦ની વચ્ચે દર વર્ષે ઓડિશામાં ૧૦,૦૦૦થી વધારે આવી ઘટના થઈ છે.SS1MS