ઈડરના કંબોયાની સીમમાં સસલાનો શિકાર કરનારા બે ઝડપાયા
વડાલી, ઈડર વિસ્તરણ રેન્જ જીલ્લા એઅસઓજી તથા જાદરશ પોલીસ દ્વારાશ સંયુકત ઓપરેશન હાથ ધરી કંબોયા ગામની સીમમાં વન્ય પ્રાણી સસલાને શ્કિાર કરનાર બે ઈસમો અને હથીયાર ઝડપી પાડી વન્ય પ્રાણી અધિનીયમ ગગુનો નોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ ઈડર તાલુકાના કંબોયા ગામની સીમમાં ગત શુક્રવારે રાત્રીના સમયે કેટલાક ઈસમો હથીયારો સાથે રાખી વન્ય પ્રાણી સસલાનું શિકાર કરતા હોવાનું ગામના જાગૃત નાગરીકોને ધ્યાને આવતાં રાત્રીના સમયે ઘટના સ્થળ પહોચી શિકાર કરી રહેલા કેટલાક ઈસમોનો વીડીયો ઉતારી સોસીયલ મીડીયામાં વાયરલ કરાયો હતો.
આ અંગે વહેલી સવારે આ વાતની જાણ ઈડર વિસ્તરણ વિભાગને થતાં વિસ્તરણ વિભાગનો સ્ટાફ તેમજ જાદર પોલીસ અને એસઓજી સ્ટાફ દ્વારા સંયુકત ઓપરેશન હાથ ધરી કંબોયા ગામનો સીમાડો ખુંદી વળ્યા હતા. ત્યારે મોડી સાંજે સસલાનું મારણ કરનાર અમીનભાઈ ઈબ્રાહીમભાઈ રાજપુરા, મહેબુબભાઈ મુસ્તાક અને મોમીન બંને રહે. કેશરપુરા તા.ઈડરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.