રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ બે રેલવે કર્મચારીઓનું સન્માન કરાયું
ડિવિઝનલ રેલવે મેનેજર અમદાવાદ દ્વારા રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ બે રેલવે કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરુણ જૈન દ્વારા અમદાવાદ મંડળના બે રેલવે કર્મચારીઓનું સલામત ટ્રેનના સંચાલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું હતું.
આ કર્મચારીઓને એપ્રિલ 2023 દરમિયાન ડ્યુટીમાં તેમની તકેદારી અને અપ્રિય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન માટે અને પરિણામે સુરક્ષિત ટ્રેન સંચાલન સુનિશ્ચિત કરવામાં સન્માનિત કરવામાં આવ્યા હતા.વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી રાકેશ ખરાડીના જણાવ્યા મુજબ આ બે કર્મચારીઓની વિગતો નીચે મુજબ છે.
શ્રી સંતોષ કુમાર, કાંટેવાલા સાણંદ,ગેટ મેનની પદે લેવલ ક્રોસિંગ ગેટ નંબર 22-A ખાતે 16.04.2023 ના રોજ કાર્યરત હતા, લગભગ 11:10 વાગ્યે ડાઉન ટ્રેન નંબર EBOXN/RJT ફાટક પાસેથી પસાર થતા સમયે શ્રી સંતોષ કુમારે જોયું કે એક વેગનનું એમ પેડ (EMpad) નથી અને એડેપ્ટર બોગી ફ્રેમની તરફ વળેલું છે, જે સંરક્ષાની દૃષ્ટિએ યોગ્ય નથી.
શ્રી સંતોષ કુમારે તત્પરતા બતાવીને તુરંત જ લાલ ઝંડી બતાવીને ટ્રેનને રોકવાનો સિગ્નલ આપ્યો હતો અને કાર્યરત સ્ટેશન માસ્તર સાણંદને જાણ કરી. ટ્રેનને રોકીને તપાસ કર્યા પછી, ક્રૂએ ટ્રેનને સ્ટેશન પર બેક કરવાનો નિર્ણય કર્યો. સ્ટેશન પર ટ્રેનનેએટેન્ડ કર્યા બાદવિરમગામ સુધી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાની મંજૂરી આપવામાં આવી
શ્રી પવન કુમાર મીણા, સ્ટેશન માસ્તર ઉમરદાશી સ્ટેશન પર 22.00 થી 06.00 કલાક સુધી ડ્યૂટી પર – 20.04.2023 ના રોજ કાર્યરત હતા. ટ્રેન નંબર 14312ને થ્રૂ પાસ કરતા સમયે તેમણે ટ્રેનના લોકો 40280માં જોરદાર અસામાન્ય અવાજ સાંભળ્યો, જે સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય ન હતો.
શ્રી પવન કુમાર મીણાએ તત્પરતા બતાવી ટ્રેનને લાલ બત્તી બતાવીને રોકી અને વોકી ટોકી દ્વારા ઉપરોક્ત ટ્રેનના લોકો પાયલોટ અને ટ્રેન મેનેજરને જાણ કરી. લોકો પાયલોટે લોકોની તપાસ કરી અને જણાવ્યું કે લોકોમાં વ્હીલ જામ છે અને આગળ વધવા અસમર્થ છે. લોકો પાયલટ દ્વારા લોકોને ફેલ કરવામા આવેલ બીજા લોકો માટેની માંગણી કરવામાં આવી હતી.
આ રીતે બંને ઓપરેટિંગ વિભાગના કર્મચારીઓની સતર્કતા, તકેદારી અને ત્વરિત કાર્યવાહીના કારણે સંભવિત ટ્રેન અકસ્માતથી સમયસર બચી શકાયું હતું તેમનું આ કાર્ય સુરક્ષા અને સંરક્ષાના દૃષ્ટિએ ખૂબ જ પ્રશંસનીય છે.