મહાકુંભમેળામાં જવા માટે ભાવનગર અને અમદાવાદથી દોડશે બે સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-બનારસ વચ્ચે બે જોડી સ્પેશ્યલ ટ્રેનો
પશ્ચિમ રેલ્વે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, સાબરમતી-બનારસ અને સાબરમતી-બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ) વચ્ચે બે જોડી મહાકુંભ મેળા સ્પેશિયલ અને ભાવનગર ટર્મિનસ અને બનારસ વચ્ચે મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશ્યલ ટ્રેનો ની વિગતો નીચે મુજબ છે.
1. ટ્રેન નંબર 09413/09414 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ [10 ટ્રીપ્સ]
ટ્રેન નંબર 09413 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ સાબરમતીથી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14:45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 16 જાન્યુઆરી અને 05, 09, 14, 18, ફેબ્રુઆરી, 2025ના રોજ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09414 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:30 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન 17 જાન્યુઆરી અને 06, 10, 15, 19 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે.
આ ટ્રેન બન્ને દિશાઓમાં મહેસાણા, પાલનપુર, આબુરોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકૂઈ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
Maha kumbh 2025- Ek mein Anek 🙏
Click on the link to know more: https://t.co/Q3LefVfzCH pic.twitter.com/uX6M4IDkDL
— Incredible!ndia (@incredibleindia) December 18, 2024
2. ટ્રેન નંબર 09421/09422 સાબરમતી-બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ) મહાકુંભ મેળા સ્પેશ્યલ [06 ટ્રીપ્સ]
ટ્રેન નંબર 09421 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ સાબરમતીથી 10:25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14:45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 19, 23 અને 26 જાન્યુઆરી 2025ના રોજ ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09422 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 01:25 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન 20, 24 અને 27 જાન્યુઆરી 2025ના રોજ ચાલશે.
આ ટ્રેન બંને દિશાઓ માં ગાંધીનગર કેપિટલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, આગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
3. ટ્રેન નંબર 09555/09556 ભાવનગર ટર્મિનસ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ [06 ટ્રીપ્સ]
ટ્રેન નંબર 09555 ભાવનગર ટર્મિનસ – બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી સવારે 05:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 14:45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 22 જાન્યુઆરી અને 16, 20 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09556 બનારસ-ભાવનગર ટર્મિનસ મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 05:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 23 જાન્યુઆરી અને 17, 21 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે.
આ ટ્રેન બંને દિશાઓ માં સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકૂઇ, ભરતપુર, આગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09413, 09421 અને 09555 માટે બુકિંગ 21 ડિસેમ્બર, 2024 થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈ આર સી ટીસી વેબસાઇટ પર શરુ થશે . ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
The ₹233 crore expansion of Prayagraj Airport, set to finish by December 2024, will increase passenger capacity from 350 to 2,050 per hour and expand the terminal area to 18,500 sqm. Upgrades include more parking bays, a new taxiway, night landing capability, and revamped infrastructure. Airlines plan 14 new flights for the Maha Kumbh (Jan–Feb 2025), expected to draw 400 million pilgrims.