બે છાત્રાને દારૂ પીવડાવી શાળામાં વારંવાર દુષ્કર્મ કર્યું

અમરેલી, અમરેલીમાં નરાધમ શિક્ષકે ચાલુ શાળાએ દારૂના નશામા બે બાળકીને દારૂ પાઇ તેમના પર વારંવાર દુષ્કર્મ કર્યું હતું. આ પછી લોકોના ટોળાએ શિક્ષકને પોલીસના હવાલે કર્યાે છે. મહત્ત્વનું છે કે, આ પહેલાં અમરેલીમાં ત્રણ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ વધુ એક કલંકિત ઘટના સામે આવી છે.
નરાધમ શિક્ષકે માત્ર ધોરણ ૪મા ભણતી બે બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાની આ ઘટના અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમાં બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામાં બની હતી. અહીં સ્કુલમાં ધોરણ ૧થી ૫મા માત્ર ૧૭ બાળકો અભ્યાસ કરે છે.
પ્રિન્સીપાલ ઉપરાંત મહેન્દ્ર કાવઠીયા નામનો શિક્ષક ફરજ બજાવે છે. અહીં માત્ર એક જ વર્ગમાં તમામ બાળકોને સાથે ધોરણ ૧થી ૫ ભણાવાય છે. પ્રિન્સીપાલ રજા પર હોય શિક્ષક એકલો હતો ત્યારે રીસેસમાં રૂમનો ઓરડો બંધ કરી તે એક બાળકી સાથે કુચેષ્ઠા કરતાં વાલીઓએ દોડી જઇ તેને રંગેહાથ ઝડપ્યો હતો.SS1MS