એક જ ડીસમીસથી તે લોખંડની જાળી તિજાેરી, દરવાજા મિજાગરા તોડતાં બે ચોર ઝડપાયા

પ્રતિકાત્મક
૩પ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો-ગમે તેવા લોક ડિસમીસથી તોડી કાઢતાં બે ચોર ઝડપાયા
(એજન્સી)અમદાવાદ, થલતેજમાં થોડા દિવસ પહેલાં થયેલી ૩પ લાખનો મતાની ચોરીનો ભેદ બોડકદેવ પોલીેસે ઉકેલી દીધો છે. ઝડપાયેલા બંને ચોરની ખાસીયત એ હતી કે એક જ ડીસમીસથી તે લોખંડની જાળી તિજાેરી, દરવાજા મિજાગરા સહીતની ચીજવસ્તુઓ તોડી નાખતા હતા. ૩પ લાખની ચોરી કરવા માટે બંને ચોરે એક જ ડીસમીસનો ઉપયોગ કર્યો છે.
બોડકદેવ પોલીસે થલતેજમાં થયેલી ચોરીના કેસમાં બે આરોપીઓની પૈકી એક ઉદયપુરનો રહેવાસી છે. અને બીજાે આરોપી વેજલપુરનો રહેવાસી છે.બંને મિત્રો હોવાના કારણે ઉર્દયપુરમાં રહેતો યુવક બસથી અમદાવાદ આવ્યા હતો. જયાં વેજલપુરમાં રહેતો યુવક તેને બાઈક પર લેવા ગયો હતો.
ઉદયપુરની બસમાંથી ઉતરતાંની સાથે જ બંને યુવકો કૃપામનન એપાર્ટમેન્ટમાં ઘુસી ગયા હતા. જયાં તેમણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. બંને આરોપીઓને કોઈ પણ પ્રકારની રેકી કર્યા વગર ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં તે સફળ થયા હતા. પરંતુ બોડકદેવ પોલીસે કરેલા ટેકનીકલ સર્વેલન્સ હ્યુમન સોસીસની મદદથી બંને ચોરને એક જ અઠવાડીયામાં ઝડપી પાડયા છે.
થલતેજના કૃપામનન એપાર્ટમેન્ટમાં બંને ચોરશ અચાનક જઈ ચઢયા હતા. જયાં તેમણે ડિસમીસની મદદથી લોખંડની જાળીનું લોક તોડી નાખ્યું હતું. ત્યારબાદ તિજાેરીનું લોક તોડી નાખ્યું હતું.બંને જણા ચોરી કરીશને નાસી છૂટયા હતા. જયાંપોલીસે તેમને ઝડપી પાડયા છે.
ઉલ્લેખનીય ેછકે થલતેજ વિસ્તારમાં આવેલા કૃપામનન એપાર્ટમેન્ટમાં રહેતા અને થલતેજ ગામમાં આવેલા કિષ્ના એવન્યુ ફલેટના વાઘેશ્વરી જવેલર્સના માલીક ચંદ્રકાંત સોનીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ર૧ લાખ રોકડા અને દાગીના સહીત ૩પ લાખના મુદામાલની ચોરીની ફરીયાદ કરી હતી.
ચંદ્રકાંત અને તેમનાં પત્ની રીટાબેન ઘરમાં એકલાં રહે છે. અને તેમનો પુત્ર અલગ રહે છે.ચંદ્રકાંતની દીકરી માધવીના લગ્ન બારેજા ખાતે થયાં છે. થોડા દિવસ પહેલાં માધવીએ પુત્રને જન્મ આપતા રીટાબહેન તેની ખબર કાઢવા માટે બારેજા ગયાં હતાં. રવીવારના દિવસે ચંદ્રકાંત સોની પણ બારેજા દીકરીની ખબર કાઢવા અને દોહીત્રને રમાડવા માટે ગયા હતા.
રવીવારે જયારે ઘરમાં કોઈ હાજર હતું નહી ત્યારે તસ્કરો ઘુસ્યા હતા અને ચોરીની ઘટનાને અજામ આપીને નાસી છૂટયા હતા. તસ્કરોએ લોખંડની જાળીનો નકુચો તોડયો હતો. ત્યારબાદ લાકડાના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા અને તે પછી તિજાેરીમાંથી ચોરી કરીને નાસી છૂટયા હતા.