ર૦ રૂપિયાનું તરબુચ ખાઈને પૈસા ન આપતાં બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા

AI Image
(એજન્સી)લખનૌ, ઉત્તરરપ્રદેશમા હરદોઈના પિહાની મથકમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલને તરબુચ વિકેતા સાથે ગેરવર્તણુંક અને ધમકી આપવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Two UP police constables booked and suspended for refusing to pay street vendor for melons they ate
પ્રાપ્ત માહિતી પ્રમાણે યુપીના હરદોઈ જીલલામાં સ્થિત પિહાની વિસ્તારરના આંબેડકરનગરમાં એક વિકેતા લાદી લઈને એક વિકેતા સારી લઈને તરબુચ વેચે છે. ત્યારે આ દરમ્યાન શુક્રવારના રોજ બે કોન્સ્ટેબલ પીડીતા ત્યાંથી તરબુચ લીધું હતું.
ત્યારબાદ પીડીતે તરબુચના ર૦ રૂપિયા માંગ્યા હતા. ધરાર ના પાડી દીધી હતી. એટલું જ નહી તેનીસાથે ગેરવર્તણુંક પણ કરી હતી. કોન્સ્ટેબલ આટલેથી જ અટકયા નહોતા તેને ધમકી પણ આપી હતી.
બીજી તરફ આ ઘટનાઓ વીડીયો વાયરલ થયો હતો. પીડીતા લખપતને વીડીયો વાયરલ થયા બાદ લોકોએ સોશીયલ મીડીયા પર બંને પોલીસકર્મીઓ વિશે વિવિધ ટીપ્પણીઓ કરવાનું શરૂ કર્યું હતું.
જેમાં કેટલાક યુઝર્સ પોલીસને રક્ષક જ ભક્ષક કહી રહયા હતા. હરદોઈના પોલીસ અધિક્ષક નીરજ જઈને જણાવવું કે પ્રથમ દ્રષ્ટિએ બંને પોલીસ કર્મીઓને દોષીત ઠેરવવામાં આવ્યા છે.