જોલવા ગામમાં પાર્ક કાર સહીત બે વાહનોમાં આગ લાગી
ભરૂચ, દહેજ ના જોલવા ગામ પાસે ગોકુલધામ સોસાયટીમાં પાર્ક ઇકો કાર અને બાઈકમાં આગ લગતા દોડધામ મચી ગઈ હતી. આગમાં બંને વાહનો સળગી ગયા હતા. અચાનક વાહનોમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
વાહનોમાં લાગેલી આગ બુઝાવવા સ્થાનિકોએ કરેલા પ્રયાસ સફળ ન રહેતા ફાયર બ્રિગેડને મદદે બોલાવાયું હતું. અગ્નિશામક દળ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો જોકે આ દરમિયાન બંને વાહનો સળગીને ખાક થયા હતા. બનાવ સંદર્ભે દહેજ પોલીસે તપાસ શરૂ કરી આગ લાગવાનું કારણ બહાર લાવવા પ્રયાસ શરૂ કર્યા છે.SS1MS