ટુ-વ્હીલર ચલાવતા સગીરે અકસ્માત સર્જતા પિતાની ધરપકડ
પિતાનું બાઈક લઈને નારોલથી વિશાલા તરફ જઈ રહ્યો હતો
(એજન્સી)અમદાવાદ, નારોલ સર્કલ પાસે ૧૯ ઓગસ્ટે એક કારે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. જેથી ટુ-વ્હીલર ચાલક સગીરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જો કે, આ મામલે પોલીસને જાણ થતાં તપાસ કરાવી ત્યારે ટુ-વ્હીલર સગીર લઈને નીકળ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સગીરને વાહન આપાર તેના પિતા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
બારેજામાં રમેશ ચંદાણી તેમના પરિવાર સાથે રહે છે અને મજૂરકામ કરીને ગુજરાન ચલાવે છે. ૧૯ ઓગસ્ટે તેમનો ૧૭ વર્ષીય સગીર પુત્ર બાઈક લઈને નારોલથી વિશાલા તરફ જઈ રહ્યો હતો. નારોલ સર્કલ પાસે પહોંચ્યો તે સમયે કાર ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી હતી જેના કારણે સગીર જમીને પટકાઈ પડતાં ઈજાઓ પહોંચી હતી.
જેથી તે સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીને જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. જે ટુ-વ્હીલરનો અકસ્માત થયો તેના આધારે પોલીસે રમેશભાઈના ઘરે પહોંચી હતી જ્યાં જઈને પૂછપરછ કરી ત્યારે તેમનો સગીર પુત્ર ટુ-વ્હીલર લઈને નીકળ્યો હતો ત્યારે કારે પાછળથી ટક્કર મારતાં અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું
જેથી સગીર હોવા છતાં તેના પિતાએ તેને ટુ-વ્હીલર ચલાવવા માટે આપ્યું હોવાથી પોલીસે સગીરના પિતા રમેશ ચંદાણી સામે ગુનો નોંધી તેમની તપાસ ધરપકડ કરી છે.