બે મહિલાની હનીટ્રેપમાં ફસાયેલા વેપારીના આપઘાત કેસમાં ધરપકડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/05/Woman-arrest1.jpg)
પ્રતિકાત્મક
(એજન્સી)સુરત, સુરતમાં વેપારીને હનટ્રેપમાં ફસાવીને બ્લેકમેલ કરવામાં આવતો હતો. જેથી કંટાળીને રેસ્ટોરેન્ટના માલિકે તાપી નદીમાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું હતું. આ પ્રકરણને ગંભીરતાથી લઈને પોલીસે હનીટ્રેપમાં સંડોવાયેલી બે મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. તેમજ આરોપીઓનું ઘટના સ્થળે જ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવકાર એવન્યુ સોસાયટી નવાગામ પાસોદરા પાટીયા કામરેજ ખાતે રહેતા યોગેશભાઈ જાવીયાએ ૫મી ફેબ્રુઆરીના રોજ કામરેજના તાપી પુલ ઉપરથી નદીમાં ભુસ્કો મારી આપઘાત કર્યો હતો. યોગેશભાઈએ આપઘાત કરતા પહેલા ૨ મિનિટ અને ૩૬ સેકન્ડનો એક વીડિયો બનાવ્યો હતો અને તેની પત્નીના બનેવી દિપક રાણાને મોકલ્યો હતો. વીડિયોમાં તેઓએ મારુ નામ યોગેશ છે.
મને નયના હનુ ઝાલા, નયના ભરત ઝાલાએ મને હનીટ્રેપમાં ફસાવેલો અને મને નયના ભરત ઝાલા ભગાડી લઈ ગઈ હતી. પાંચ દિવસ પછી પાછા આવી ગયા હતા. સુરતમાં હનીટ્રેપના ઝડપાયેલા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. વરાછા પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો છે. આરોપીઓનું ઘટના સ્થળે જ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે.
૪ આરોપી મૃતકની હોટલમાં કામ કરતા હતા. મહિલાઓએ હોટલ માલિકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. બે મહિલા સહિત ૪ આરોપી મૃતકની હોટલમાં કામ કરતા હતા. નયના ઝાલા અને હનુ ઝાલાની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. તમને જણાવી દઈએ કે સુરતમાં હનીટ્રેપનો શિકાર કરતી ટોળકીને વરાછા પોલીસે ઝડપી લીધી હતી, જેમાં નયના ઝાલા અને હનુ ઝાલા સહિત ૪ ઝડપાયા હતા.
પહેલા પાસોદરાના રેસ્ટોરેન્ટ માલિકને હનીટ્રેપનો શિકાર બનાવ્યો અને રૂપિયા માગી બ્લેકમેઈલ કરતા હતા તો રેસ્ટોરન્ટના માલિકે નદીમાં ઝંપલાવી આપઘાત કરતા પોલીસે પણ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પહેલા આરોપીઓએ રેસ્ટોરન્ટના માલિકની હનીટ્રેપ કરી રૂપિયા પડાવ્યા અને બીજા રૂપિયા માટે પણ સતત બ્લેકમેઈલ કરતા હતા હોવાની વાત સામે આવી છે એટલે રેસ્ટોરન્ટના માલિકે કંટાળી આપઘાત કરી લીધો
તો આપઘાત પહેલા રેસ્ટોરન્ટના માલિકે વીડિયો બનાવ્યો અને સમગ્ર ઘટના બની તેની જાણ કરી હતી પોલીસે વીડિયોના આધારે ગુનો નોંધ્યો છે, કામરેજ બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.