બે મહિલા ટ્રેનમાં ચંદનની તસ્કરી કરી રહી હતીઃ 32 કિલો ચંદન મળ્યું

પ્રતિકાત્મક
વડોદરા, વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશનેથી ચંદનના લાકડા સાથે બે મહિલા પકડાતાં ફોરેસ્ટ વિભાગે બંનેની પુછપછર હાથ ધરી છે. બંને મહીલા કેટલા સમયથી ચંદનની હેરાફેરી કરતી હતી અને કોના કહેવાથી કરતી હતી તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
છાયાપુરી રેલવે સ્ટેશને બે મહિલાઓ પાસે કપડામાં વીંટાળેલી ભારેખમ ચીજાે જાેઈ આરપીએફના જવાનોને શંકા ગઈ હતી અને બંનેને તપાસી હતી. જે દરમીયાન અંદરથી સાત નંગ લાકડા મળી આવતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ હતી.
આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરાતાં હરણી રેન્જના નરેશ બારીયા અને ટીમ બંને મહિલાઓની પુછપરછ કરી હતી જે પૈકી એકનું નામ કટિના પાટમુંડી પારગી (બીરોલી, એમ.પી) હતું જયારે તેની સાગરીત સગીર હોવાનું જણાઈ આવ્યું હતું.
તપાસ દરમિયાન ૩ર કિલો વજન ધરાવતા અંદાજે રૂ.૩ર હજારની કિંમતના લાકડા સફેદ ચંદનના હોવાનું જણાઈ આવ્યું હતું બંનેએ ગોળગોળ જવાબ આપ્યા હતા અને કોટામાં રસ્તા પરથી લાકડાં મળ્યા હોવાથી પાટલી-વેલણ બનાવવા માટે એમપીના કટણી ગામે લઈ જતા હોવાનું કહ્યું હતું.
તેમની પાસે ટિકિટ ન હતી કે ઓળખના કોઈ પુરાવા પણ નહતા તેમજ ભૂલથી ઉતરી ગયા હોવાનું રટણ કર્યું હતું જેથી ફોરેસ્ટ વિભાગે વધુ તપાસ જારી રાખી છે.