ધારુકા કોલેજમાં આવેલી સ્કૂલનો સ્લેબ ધરાશાયી થતાં બે શ્રમિકોના મોત
સુરતમાં કાપોદ્રા વિસ્તારનો બનાવ
રિપેરિંગ કામ કરતા સમયે સ્લેબ ધરાશાયી થતાં કાટમાળમાં ચાર શ્રમિકો દટાયા હતા, જેમાં બે શ્રમિકોના મોત થયા હતા
સુરત, ૧૫મી ઓગસ્ટે સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં સુરતમાં એક મોટી દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. સુરત શહેરની ધારુકા કોલેજમાં સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકો દટાયા હતા જે પૈકીના બે લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, આજે સવારના સમયે ધારુકા કોલેજમાં અચાનક સ્લેબ ધરાશાયી થયો હતો. Two workers died after the slab of the school in Dharuka College collapsed
રિપેરિંગ કામ કરતા સમયે સ્લેબ ધરાશાયી થતાં કાટમાળમાં ચાર શ્રમિકો દટાયા હતા. જેમાં બે શ્રમિકોના મોત થયા હતા જ્યારે અન્ય શ્રમિકોને રેસ્ક્યુ કરીને બહાર કઢાયા હતા અને તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. આ ઘટના અંગે જાણ કરાતાં જ નજીકના વિસ્તારમાંથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ નીચેથી ત્રણેય શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ત્રણેય શ્રમિકોને ૧૦૮ એમ્બુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારૂકા કોલેજ કમ્પાઉન્ડમાં જ એક શાળા આવેલી છે. કોલેજમાં જ આવેલી આ સ્કૂલ જર્જરિત હોવાના પગલે તેનું સમારકામ ચાલી રહ્યુ હતુ. શાળાની બહારના ભાગમાં સમારકામ કરવામાં આવી રહ્યુ હતુ. જાે કે સમારકામ દરમિયાન શાળાનો એક સ્લેબ ધરાશાયી થઇ ગયો હતો.
જેના કાટમાળ નીચે ત્રણ શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં ૨ શ્રમિકોનું મોત થયું છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કર્મચારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. સુરતના ધારૂકા કેમ્પસમાં આવેલી ડાયમંડ સ્કૂલમાં બે દિવસની રજા હોવાથી કોન્ટ્રકટરને કોન્ટ્રકટ આપીને સ્કૂલની એન્ટ્રીનું છત પાડવાનું કામ આપવામાં આવ્યું હતું. ગતરોજથી કોન્ટ્રકટર દ્વારા આ કામગીરી ચાલુ હતું અને આજે સવારથી પણ આ કામગીરી કરવામાં આવી રહી હતી. આ દુર્ઘટનામાં ફાયર વિભાગે દબાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા છે તો બીજી તરફ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.ss1