Western Times News

Gujarati News

રિક્ષા ઉપર પીપળાનું ઝાડ પડ્યું -એક યુવતી સહિત બે યુવકોના મોત

દહેગામ ગાંધીનગર રોડ પર સોલંકીપુરા નજીક એક રિક્ષા ઉપર પીપળાનું વૃક્ષ પડતાં ૩ લોકોના મોત થયા છે

ગાંધીનગર,  ગુજરાતમાં અત્યારે ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ભારે વરસાદના કારણે રસ્તા પર વૃક્ષો ધરાશાયી થવાના કિસ્સાઓ પણ જાણવા મળી રહ્યા છે. Two young men- a young woman, were killed when a tree fell on a rickshaw

મળતી માહિતી મુજબ, અમદાવાદ પાસે આવેલા દહેગામ ગાંધીનગર રોડ પર સોલંકીપુરા નજીક એક રિક્ષા ઉપર પીપળાનું વૃક્ષ પડતાં ૩ લોકોના મોત થયા છે જ્યારે ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના ગાંધીનગર જિલ્લામાં દહેગામ-ગાંધીનગર રોડ પર આવેલા સોલંકીપુરા નજીક બની છે.

જેમાં રસ્તા પર જઈ રહેલી એક રિક્ષા ઉપર અચાનક પીપળાનું ઝાડ પડતા ૩ લોકોના મોત નીપજ્યા છે. તેમજ ૩ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનાની જાણ થતાં દહેગામ પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ ૧૦૮નો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ દુર્ઘટનાને પગલે દહેગામ-ગાંધીનગર હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તંત્રએ તાત્કાલિક આ વૃક્ષને ત્યાંથી હટાવાની સૂચના આપી હતી. વૃક્ષ ધરાશાયી થતાં બંધ થઈ ગયેલા દહેગામ ગાંધીનગર હાઈવેને ખુલ્લો કરવા માટે ૨ જેસીબી મશીન તાત્કાલિક ધોરણે કામે લાગ્યા છે.

દહેગામ તાલુકાના સોલંકીપુરા નજીક આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ૩ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. વધુ મળતી માહિતી મુજબ, ગાંધીનગર તરફ જઈ રહેલી રિક્ષા પર અચાનક પીપળાનું તોતિંગ ઝાડ પડતાં એક યુવતી સહિત બે યુવકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.

રિક્ષા પર અચાનક પીપળાનું વિશાળ ઝાડ પડતાં રિક્ષાનો ભુક્કો બોલાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રિક્ષા પર પીપળાનું વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું.

જેમાં રિક્ષામાં સવાર એક યુવતી સહિત બે યુવકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટના બાદ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને રિક્ષામાં સવાર મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.