રાંચરડા કેનાલમાં ડૂબેલી નારણપુરાની બે યુવતી અને બે યુવક હજુ લાપતા

પ્રતિકાત્મક
રાજ્યભરમાં ડૂબી જવાથી ૧૭થી વધુનાં મોત
(એજન્સી)અમદાવાદ, રાજ્યભરમાં ધૂળેટીના પર્વની ઉજવણી લોકો ધામધૂમથી કરી હતી. જેમાં કેટલીક જગ્યાએ મામતમના સમાચાર પણ સામે આવ્યા છે. ધુળેટીના દિવસે રંગે રમ્યા બાદ નહેર, નદી, તળાવમાં જઈને નહાવાનો ક્રેઝ વધ્યો છે. જેમાં ડૂબી જવાના અનેક કિસ્સા બન્યા છે.રાજ્યમાં નહાવા પડેલા ૧૭થી વધુ લોકોનાં મોતથયાં છે. જેમાં યુવતીઓ પણ સામેલ છે.
અમદાવાદ જિલ્લાના રાંચરડા તેમજ ખેડા, ભાવનગર, બનાસકાંઠા, મહિસાગર, વલસાડ જિલ્લામાં નહાવા ગયેલાં યંગસ્ટરના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યાં છે. રાંચરડા કેનાલ પાસે ગઈકાલે નારણપુરાના પાંચ લોકો ડૂબ્યા હતા. જેમાં એક વ્યક્તિને બચાવી લેવાઈ હતી, જ્યારે ચાર લોકો હજુ પણ લાપતા છે. ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે ગોમતી તળાવમાં નહાવા પડેલા પાંચ પૈકી ત્રણ વિદ્યાર્થી ડૂબતાં ત્રણેયનાં મોત નીપજ્યાં છે.
ભાવનગરના તળાજા તાલુકાના મણાર ગામે ડૂબી જતાં ત્રણ યુવકોના મોત થયાં છે. પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનનાં મોત થયાં છે. મહિસાગરનાં વીરપુરમાં એક બાળક ખેત તલાવડીમાં ડૂબી જતાં મોત થયું છે. વલસાડની પાર નદીમાં એક યુવકનું ડુબી જવાથી મોત થયું છે.જ્યારેકડીની લુણાસણની કેનાલમાં ડૂબી જતાં બે યુવક મોતને ભેટ્યા છે.જ્યારે કલોલની ઉનાલી કેનાલમાં ડુબેલા પાંચ લોકોમાંથી એકનું મોતચાર લોકો હજી લાપતા છે.આમ રાજ્યમાં ડુબી જવાથી કુલ ૧૭ થી વધુનાં મોત થતાં તહેવાર ટાણે માતમ છવાયો છે.
અમદાવાદ જિલ્લાના રાંચરડા કેનાલમાં પાંચ વ્યક્તિઓ ડૂબી ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. નારણપુરાની બે યુવતી સહિત પાંચ લોકો ધુળેટીના પર્વની ઉજવણી માટે બહાર નીકળ્યા હતા. હર્ષદ નાયક નામનો યુવક રાંચરડા કેનાલમાં હાથ પગ ધોવા માટે ગયો હતો જ્યાં તેનો પગ લપસ્યો હતો અને ડૂબી ગયો હતો. હર્ષદ નાયકને બચાવવા માટે અન્યચાર વ્યક્તિઓ પણ ગઈ હતી જે પણ ડૂબી ગઈ હતી.
સમગ્ર ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને થતાં તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને તમામ લોકોની શોધખોળ શરૂ કરી હતી. જ્યારે સ્થાનિક તરવૈયાઓએ એકયુવકને બહાર કાઢીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે ફાયર બ્રિગેડના જવાનોએ મોડી રાત સ ુધી અન્ય ચાર વ્યક્તિની શોધખોળ કરી હતી.
ડૂબી જનાર પાંચવ્યક્તિ હર્ષદ નાયક, રેખા નાયક, ધનરાજસિંહ દરબાર, પ્રેમ કથીરિયા, અને મની, ાબહેન નાયક છે. આ તમામ લોકો નારણુરા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં કોઈ પણ તહેવારની ઉજવણ ધામધૂમથી કરવામાં આવે છે જો કે તહેવારની ઉજવણી ઘણીવાર માતમમાં બદલાઈ જતી હોય છે. આવું જ કંઈક આજે રાજ્યમાં બન્યું છે.
ભાવનગરના તળાજાના મણાર ગામે નદીમાં નહાવા પડેલા ત્રણ યુવકોનાં મોત નીપજ્યા છે. ત્રણ યુવાન વસ્ત્રો બહાર મુકીને નહાવા પડ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી બહાર ન આવતાં ગ્રામજનોએ શોધખોળ હાથધ રી હતી અને ફાયર વિભાગનો સંપર્ક કર્યાે હતો. ફાયર વિભાગે યુવાનોના મૃતદેહ શોધવાને લઈ કામગીરી શરુ કરી હતી. ખેડાના વડતાલ ખાતે વલ્લભ વિદ્યાનગરની એમ.વી. પટેલ કાલેજના ૧૨ વિદ્યાર્થીનું ગ્રુપ આવ્યું હતું,
જેમાંથી પાંચ વિદ્યાર્થીઓ વડતાલના ગોમતી તળાવમાં નહાવા ગયા હતા. જે પૈકી ત્રણ વિદ્યાર્થીનાં ડૂબી જવાથી મોત થયાં હતાં. આ ઘટનાની જાણ નડિયાદ ફાયર વિભાગને કરાતાં તાત્કાલિક એક ટીમ ત્યાં પહોંચી હતી. વિદ્યાર્થીનાં મૃતદેહ બહાર કાઢળામાં આવ્યા હતા.