નાઈજિરિયન મહિલા પાસેથી કોકેઈન ખરીદતા બે યુવકો ઝડપાયા
અમદાવાદ, દારૂ પાર્ટી બાદ હવે ડ્રગ્સની પાર્ટી કરવી જાણે યુવાઓમાં એક કલ્ચર થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદનું યુવાધન ડ્રગ્સના રવાડે એટલી હદે ચઢી ગયું છે કે તે હવે ગ્રુપમાં ભેગા થઈને ડ્રગ્સ પાર્ટીઓનું આયોજન કરી રહ્યું છે.
એમડી ડ્રગ્સના કરતાં પણ મોઘા કોકેન-હેરોઈન જેવાં ડ્રગ્સનો નશો કરવાની આદત નબીરાઓમાં એટલી હદે પડી છે કે પોતાનું જીવન બદબાદ કરી રહ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ગ્રુપમાં નશો કરવાના શોખનો પર્દાફાશ કરતાં એક નાઈજિરિયન મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. નાઈજિરિયન મહિલા દર મહિને મુંબઈથી કોકેન લઈને અમદાવાદ આવતી હતી અને વેપારીઓના પુત્રને આપીને જતી રહેતી હતી. ક્રાઈમ બ્રાંચે ગઈકાલે ચાર લાખના કોકેન તેમજ કાર સહિત ત્રણ લોકોને દબોચી લીધા છે.
ડ્રગ્સનો કારોબાર શહેરમાં એટલી હદે વધી ગયો છે કે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ તેને રોકવા માટે તાનતોડ મહેનત કરી રહ્યા છે. ગઈકાલે ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે એક નાઈજિરિયન મહિલા તેમજ બે વેપારીઓના પુત્રને ચાર લાખના કોકેન સાથે ઝડપી પાડ્યા છે.
ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે આંબાવાડી વિસ્તારમાં એક નાઈજિરિયન મહિલા બે યુવકોને કોકેન આપવા માટે આવવાની છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી હતી અને ત્રણેયની મુદ્દામાલ સાથે ધરપકડ કરી લીધી હતી.
મુંબઈમાંરહેતા ડ્રગ્સમાફિલા સિલ્વેસ્ટર અને લિવિંગસ્ટોનનો અમદાવાદના આંબાવાડીમાં રહેતા શાલીન શાહ અને થલતેજમાં રહેતા શાલીન શાહ અને થલતેમાં રહેતા આદિત્ય ઉર્ફે બ્લેકી પટેલ સાથે સંપર્ક હતો, જેથી જ્યારે પણ કોકેનની જરૂર પડે ત્યારે શાલીન અને આદિત્ય મુંબઈના ડ્રગ્સ માફિયાઓને ફોન કરીને મંગાવી લેતા હતા.
ક્રાઈમ બ્રાંચના આધારભૂત સૂત્રોએ જણાવ્યા અનુસાર સિલ્વેસ્ટરે ડ્રગ્સની ડિલિવરી માટે નાઈજિરિયન મહિલાનો ઉપયોગ કર્યો હતો. અસીમુલ ઉર્ફે કેલી જેમ્સ કોકેનનો જથ્થો લઈને અમદાવાદ આવી હતી અને આંબાવાડી વિસ્તારમાં શાલીન અને આદિત્યને આપવા માટે આવી હતી. શાલીન, આદિત્ય અને અસીમુલ કારમાં બેઠા હતા ત્યારે ક્રાઈમ બ્રાંચની ટીમે તેમની ધરપકડ કરી લીધી છે. ગતિમાન કર્યા છે.