ભાવનગરમાં કોળિયાકના દરિયામાં અને ઉનામાં નદીમાં ડૂબી જતા બે યુવકના મોત
નવી દિલ્હી, રાજ્યમાં નદી, તળાવ અને દરિયાના પાણીમાં ડૂબી જવાથી મોતની ઘટનાઓ વધી રહી છે. આજે ભાવનગરમાં દરિયામાં દરિયામાં તેમજ ઉનામાં નદીમાં ડૂબી જતા એક-એક યુવકના મોત થયા છે.
કોળિયાક નિષ્કલંક મહાદેવના દરિયામાં UPનો રહેવાસી અને હાલ સિહોર વિશ્વકર્મા વિસર્જન માટે આવેલ જીવુત શિવકુમાર રામ કોળિયાકના દરિયામાં ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા તેને તાત્કાલિક સ્થાનિક લોકો તથા SDRF જવાનો તથા મરીન પોલીસ સ્ટાફ દ્વારા શોધ ખોળ કરવામાં આવી હતી.
ભારે જહેમત બાદ ધાવડીમાના મંદિરની સામે દરિયામાંથી યુવકનો મૃતદેહ મળી આવતા તેને કોળિયાક હોસ્પિટલમાં PM અર્થે ખસેડવામાં આવ્યો હતો. ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં સનખડા ગામની રાવલ નદીમાં નાહવા પડતા એક યુવકનું ડૂબી જવાથી મોત થયું. જાફરાબાદ શહેરના આઠ યુવકો ઉનાના સનખડાની રાવલ નદીમાં ન્હાવા આવ્યા હતા.
ઉના તાલુકાના સનખડા ગામે મહાદેવના મંદિર ખાતે ભાદરવા પૂનમના દિવસે મેળામાં ગયેલ યુવકો નદીમાં નહાવા પડ્યા હતા. જેમાં સનખડા ગામે આવેલ રાવલ નદીમાં ડૂબી જતા જયદીપ મોહનભાઇ વાઘેલા મોત નિપજ્યું છે. ઉના મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.SS1MS