Western Times News

Gujarati News

સગીરા પર બળાત્કાર ગુજારનાર કાસોરના બે યુવાનોને ૨૦ વર્ષની કેદ

આણંદ, આજથી એક વર્ષ અગાઉ નાર ગામનો યુવાન એક ૧૭ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો તેની ઉપર તેણે બળાત્કાર ગુજાર્યાે હતો.

આ ઉપરાંત બાળા ૧૬ વર્ષની હતી ત્યારે તેની સગાઈ કાસોરના યુવાન સાથે થઈ હતી તેણે પણ તેને લઈ જઈ તેની પર બળાત્કાર ગુજાર્યાે હતો. આમ બે યુવાનોએ કરેલા બળાત્કારથી બાળા ગર્ભવતી બની હતી .આ કેસ આજે પેટલાદની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ સેશન્સ જજ ત્રિવેદીએ બંને આરોપીઓને ૨૦- ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યાે છે.

પેટલાદ તાલુકાના નાર ગામના જુના રેલ્વે સ્ટેશન પાસે રહેતો વિપુલ અમરસિંહ રાઠોડ ગત તા ૩ માર્ચ ૨૦૨૪નાં રોજ એક ૧૭ વર્ષની સગીરબાળાને મજૂરી કામ કરતી વેળા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને પોતાના માસી ઉર્મિલાબેનના ઘરે ૨૦ દિવસ રાખી ત્યાંથી તેને રાજપીપળા લઈ ગયો હતો અને ત્યાં અવારનવાર તેની ઉપર બળાત્કાર કર્યાે હતો.

પોલીસ બંનેને લઈને પોલીસ મથકે આવી જ્યાં બાળાનું નિવેદન લેવામાં આવ્યું ત્યારે વાત એ પણ બહાર આવી કે આ બાળાની સગાઈ સોજિત્રા તાલુકાના કાસોર ગામે પાચલીપુરામાં રહેતા જીગ્નેશ કિરીટભાઈ પરમાર સાથે થઈ હતી.

આ દરમિયાન જીગ્નેશ આ બાળા તે વખતે ૧૬ વર્ષની હતી છતાંય વાડોલા ગામે લઈ ગયો હતો તથા દિવાળીના તહેવારોમાં પણ પોતાના ઘરે લઈ ગયો હતો અને તેની ઉપર અવારનવાર બળાત્કાર કર્યાે હતો. આમ સગીરા ઉપર બબ્બે વ્યક્તિઓએ બળાત્કાર કર્યાે હોવાની વાત બહાર આવી હતી.

એટલે પોલીસે જીગ્નેશને પણ એફઆઇઆરમાં આરોપી તરીકે દર્શાવ્યો હતો.આરોપી વિપુલ અમરસિંહ રાઠોડ રહે.નાર અને જીગ્નેશ કિરીટભાઈ પરમાર રહે. કાસોર પાંચલીપુરા તા.સોજીત્રા. એમ આ બંનેને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમની કલમ ૬ અનવ્યેના ગુનામાં તક્સીરવાર ઠરાવી દરેક આરોપીને ૨૦ -૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૨૫ -૨૫ હજારનો દંડ, તેમજ જો આરોપીઓ દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.