17 બેંકોમાં 55 એકાઉન્ટ ખોલાવીને ફ્રોડ આચરતાં રાજસ્થાનના બે બિશ્નોઈ યુવકોની ધરપકડ
સાયબર ક્રાઇમના ગુનામાં પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસની કાર્યવાહી
(એજન્સી)ભૂજ, ગુજરાતમાં સાયબર ક્રાઇમના ગુનામાં પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસ (Bhuj local crime branch (LCB) in Kutch ) મોટી કાર્યવાહી કરી છે. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ રજૂ કરીને અલગ-અલગ ૧૭ બેંકોમાં ૫૫ જેટલાં એકાઉન્ટ ખોલાવીને ફ્રોડ આચરતાં રાજસ્થાનના બે યુવકોની ધરપકડ કરી લેવાઈ છે. Two youths from Rajasthan arrested for committing fraud by opening 55 accounts in 17 banks
૧૦ રાજ્યમાંથી ૧૧થી વધુ ફરિયાદોમાં કરોડોના ફ્રોડની સાયબર ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપી દ્વારા ખોલાયેલા બેંક ખાતાનું કનેક્શન સામે આવ્યું હતું. આરોપીઓ ઓનલાઈન જોબ, સાયબર અરેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ સહિતના કૌભાંડ આચરીને ગુનાહિત પ્રવૃતિને અંજામ આપતા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.
પોલીસની માહિતી મુજબ, કચ્છમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમી મળી હતી કે, ભુજના ભાનુશાલીનગરના હરિરત્ન એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ભાડેથી રહેતાં જોધપુરના શિશપાલ ઊર્ફે સુભાષ બાબુરામ ધનારામ બિશ્નોઈ (ઉં.વ.૩૫) અને ગોવિંદરામ ઊર્ફે ગોવર્ધનરામ મુન્નારામ કુલારામ બિશ્નોઈ (ઉં.વ.૩૧) નામના બે શખ્સો ખોટા આધાર પૂરાવા, મોબાઈલ નંબર સહિતના ડોક્યુમેન્ટથી બેંકમાં ખાતા ખોલાવીને ફ્રોડ આચરતાં હતા. Shishpal alias Subhash Dhanaram (31) and Govindram alias Govardhanram Bishnoi Jodhpur district Rajasthan.
ત્યારબાદ પોલીસે દરોડા પાડીને બંને આરોપીને ઝડપી પાડીને પૂછપરછ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ૧૦ રાજ્યોમાંથી સાયબર ક્રાઈમની ૧૧થી વધુ ફરિયાદોમાં આરોપીએ ખોલાયેલા ચાર જેટલાં બેંક ખાતાનું કનેક્શન મળી આવ્યું હતું. જ્યારે આરોપીને વિવિધ બેંકોમાં ખાતા ખોલાવી આપનારા બેંક અધિકારીઓ પર શંકા હોવાથી વધુ પૂછપરછ કરાશે.
કચ્છ પશ્ચિમ એસપી વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે, ‘ભુજ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, ભુજમાં રહેતા બે શખ્સો પાસે મોટી સંખ્યામાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ઉદ્યમ કાર્ડ, વિવિધ બેંકની ચેક બુક, પાસબુક સહિતના ડોક્યુમેન્ટ છે. આ પછી અમારી ટીમ દ્વારા સ્થળ પર દરોડા પાડીને બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.