બાલારામ નદીમાં નહાવા પડેલા ડીસાના બે યુવકોનાં ડૂબી જતાં મોત
પાલનપુર, પાલનપુર નજીક આવેલા યાત્રાધામ બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે. જાેકે ઘટનાને પગલે તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રક્ષાબંધનના દિવસે બાલારામ મહાદેવ ખાતે દર્શનાર્થીઓ તેમજ પ્રવાસીઓની સંખ્યા વધુ હતી જેમાં મંદિરની સામે નદીના પટમાં ન ઉતરવા માટે આડસ પણ કરેલી હતી તેમ છતાં બે યુવકો નદીમાં જતા રહેતા ડૂબી જવાથી મોત થયું હતું. જેથી સ્થાનિક તરવૈયાઓની ટીમે તાત્કાલિક બંને યુવકોને બહાર નીકાળ્યા હતા તેમજ ૧૦૮ને જાણ કરાઈ હતી.
જાેકે ૧૦૮ના કર્મી એ બંને યુવકોને મૃત જાહેર કર્યા હતા અને ઘટનાને પગલે પોલીસે બાલારામ ખાતે દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પાલનપુર તાલુકા પોલીસ મથકના સુત્રોએ જણાવ્યું કે, ડીસા ગવાડી વિસ્તારમાં રહેતા ચાર યુવકો બે રિક્ષા લઈને બાલારામ નદીમાં નહાવા માટે આવ્યા હતા જેમાં બે યુવકો પાણીમાં ડૂબી જતાં ઘટનાસ્થળેજ મોત થયું હતું. જેમાં મૃતદેહો પાલનપુર સિવિલમાં પી.એમ. માટે ખસેડાયા છે.
કમનસીબ મૃતકો ઃ ૧. અલ્તાફ અબ્દુલભાઈ દિવાન (ઉ.વ.રપ) (રહે. ગવાડી, ડીસા) (ર) અરકાન અહેમદભાઈ (મુ. રહે. પોશીના, હાલ ગવાડી, ડીસા)નો સમાવેશ થાય છે.