વલસાડના છીપવાડમાં મોપેડ સામે કાર આવી જતાં બે યુવકો પટકાયા
વલસાડ, વલસાડના છીપવાડ વિસ્તારમાં પૂરપાટ ઝડપે મોપેડ પર આવેલા બે યુવકો રોડ પર પટકાયા હતા.
વાહનોની અવરજવર વચ્ચે બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
તેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બનાવમાં મોપેડ સવાર બંને યુવકોને ઈજા થઈ હતી. હાલ બંનેની હાલત ગંભીર છે.
જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. બનાવની વિગત મુજબ, વલસાડના છીપવાડ વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર નજીક એક મોપેડ પર રાત્રે બે યુવકો પસાર થઈ રહ્યા હતા. વાહનોની અવરજવર હતી એ વખતે જ પુરઝડપે આવી રહેલા યુવકોના મોપેડની સામે એક કાર આવી ગઈ હતી.
આથી બચવા જતા બંને યુવકો મોપેડ સાથે રોડ પર પટકાયા હતા. આ ઘટનામાં બંનેને ઇજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બંનેની હાલત ગંભીર છે.
બનાવની જાણ થતા જ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.SS3Sl