મિત્રો સાથે નદીમાં નાહવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત
હિંમતનગર, સાબરકાંઠાની લાલપુર દીયોલી નદીમાં નાહવા પડેલા બે સગીરનાં મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જાેકે, ઘટનાની જાણ થતા ઇડર ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી આવી હતી અને યુવાનોને બહાર નીકાળ્યા હતા. જાેકે, બે યુવાનોના નદીમાં ડૂબી જવાથી મુત્યુ થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠાની લાલપુર દીયોલી નદીમાં નાહવા પડેલા બે સગીરનાં ડૂબી જવાથી મોત થયા છે. ૧૫ અને ૧૭ વર્ષીય બંને સગીર મિત્રો સાથે ચેકડેમમાં નાહવા ગયા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરાઈ હતી. જે બાદ પોલીસ દ્વારા ઇડર ફાયર બ્રિગેડને જાણ કરાતાં યુવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા બંને યુવાનોના મૃતદેહને પીએમ અર્થે ઈડર સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં ચેનવા સમાજના બંને યુવાનોના મૃતદેહ લાવતા લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતા. ચેનવા સમાજમાં એકસાથે સગીરવયના બે સગીર મોત થતાં પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.HS1MS