Western Times News

Gujarati News

ટાઈપ-1 ડાયાબિટીઝ ધરાવતાં ગુજરાતના 215 બાળકો સનોફીની પહેલ સાથે જોડાયેલા છે

પ્રતિકાત્મક

સનોફીની સામાજિક પ્રભાવ પહેલ દ્વારા સમર્થિત RSSDIનો ટાઇપ 1 ડાયાબિટીઝ પ્રોગ્રામ સકારાત્મક પરિણામો આપે છે

અમદાવાદ, સનોફી ઇન્ડિયા લિમીટેડ (એસઆઇએલ) દ્વારા સમર્થિત રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીઝ ઇન ઇન્ડિયા (RSSDI)એ ટાઇપ 1 ડાયાબિટીઝ (T1D) પ્રોગ્રામ માટેના તેમના સામાજિક પ્રભાવ સહયોગની જાણકારી આપી છે. આ પ્રોગ્રામ કે જે હાયપોક્લેકેમીયા અને હાયપરગ્લેકેમીયાને ઘટાડવા માટે સકારાત્મક પરિણામો આપે છે જે સભાળ અને નિદાનના સુધારામાં પરિણમે છે. Type 1 Diabetes Program by RSSDI supported by Sanofi’s Social Impact Initiative delivering positive outcomes

આ પ્રોગ્રામે નિદાન અને આ ઓટો ઇમ્યુન લાંબા ગાળાની સ્થિતિના વ્યવસ્થાપન માટે પીડિયાટ્રિક વસ્તી અને યુવાનો પર અસર કરતા એક સનાતન સંભાળ ધોરણની રચના કરી છે. આ પ્રોગ્રામમાં ઇન્સ્યુલીન, સિરીંજ, લાન્સેટ્સ અને ગ્લુકોઝ સ્ટ્રીપ્સ 1400 જેટલા આ સ્થિતિ સાથે જીવતા વંચિત બાળકોને વિનામૂલ્યે આપવા માટેના ભંડોળનો સમાવેશ કરે છે.

આ 1400 જેટલા બાળકો T1D વ્યવસ્થાપન પર વધુ સારુ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. છેલ્લા 9 મહિનાઓ (સપ્ટેમ્બર 2022થી જૂન 2023)થી વધુમાં આ પ્રોગ્રામની દરમિયાનગીરીથી હાયપોગ્લેકેમીયા (સપ્તાહમાં 1થી 4 વખત)અનુભવતા બાળકોમાં 46% (70% સામે)નો અને હાયપરગ્લેકેમિયા (સપ્તાહમાં 1થી 4 વખત) અનુભવતા બાળકોમાં 25% (52% સામે)નો ઘટાડો થયો છે.

ટાઇપ1 ડાયાબિટીઝ સાથે જીવતા 1400 જેટલા બાળકોમાંથી ભારતમાંથી આ સામાજિક પ્રભાવ પ્રોગ્રામમાં નોંધાયેલા બાળકોમાંથી 215 બાળકો ગુજરાતના છે.

જેને કિશોર અથવા ઇન્સ્યુલીન પર નિર્ભર ડાયાબિટીઝ તરીકે જેને કહેવાય છે તેવા લોકો ટાઇપ 1 ડાયાબિટીઝ સાથે જીવે છે અને ભારતમાં તેમની સંભાળ રાખનારાઓ ડાયાબિટીઝ વ્યવસ્થાપનમાં મુશ્કેલીઓનો સામનો કરવાનુ ચાલુ રાખે છે. તેનુ કારણ એ છે કે બહુ થોડા સમર્પિત ડૉકટર્સ અને શિક્ષણવિંદો છે જેમને T1Dની સારવાર અને વ્યવસ્થાપન કરવા માટે તાલીમ આપવામાં આવે છે.

અન્ય પડકારોમાં T1D વિશે નબળી જાહેર સતર્કતા, સોશિયો-ઇકોનોમિક બોજ અને ખાસ કરીને અર્ધ શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં યોગ્ય આરોગ્ય સંભાળ સવલતોમાં ઍક્સેસનો સમાવેશ થાય છે. અન્ય જટીલતાઓમાં વિલંબિત નિદાન, ઇન્સ્યુલીન માટે નબળું કોલ્ડ-ચેઇન વ્યવસ્થાપન અને દર્દીઓ અને સંભાળ આપનારાઓ માટે અપૂરતા શિક્ષણનો સમાવેશ થાય છે.

વધુમાં, એવું પણ અવલોકન કરવામાં આવ્યુ છે કે ટાઇપ 1 ડાયાબિટીઝ ખાસ કરીને યુવતીઓમાં સામાજિક એકાંતમાં પરિણમે છે. આ સામાજિક પ્રભાવ પ્રોગ્રામ મારફતે અમે હેલ્થકેર પ્રદાતાઓમાં અમારી સાથે જોડાવાની અને T1Dનું ત્વરીત રીતે નિદાન કરવા માટે જાગૃત્તિ ફેલાવીએ છીએ, જેથી વ્યક્તિદીઠ[1] તંદુરસ્ત જીવન પાછુ લાવી શકાય. તેજ રીતે ઇન્સ્યુલીમમાં ઍક્સેસ, ટેસ્ટ સ્ટ્રીપ્સ અને સારુ સ્વ-વ્યવસ્થાપન વ્યક્તિદીઠ[2] 21.2 વર્ષના તંદુરસ્ત જીવનને પાછુ લાવવામાં મદદ કરી શકે છે.

આથી, ડાયાબિટીસ માટે ભારતની અગ્રણી સંશોધન સંસ્થા  RSSDI અને સનોફી ઇન્ડિયાએ જાન્યુઆરી 2021માં બાળકો અને યુવાન વયસ્કોમાં સમયસર અને વધુ સારા ડાયાબિટીસ વ્યવસ્થાપન માટે સંભાળના ધોરણમાં સુધારો કરવા ત્રણ વર્ષના સામાજિક પ્રભાવ કાર્યક્રમ માટે હાથ મિલાવ્યા હતા. પીપલ-ટુ-પીપલ હેલ્થ ફાઉન્ડેશન (PPHF) આ સામાજિક પ્રભાવ કાર્યક્રમ માટે અમલીકરણ ભાગીદાર છે.

ડૉ બ્રિજ મક્કર પ્રેસિડન્ટ -MD FIAMS,FICP,FRCP(Glasg,Edin),FACP(USA),FACE(USA),FRSSDI પ્રેસિડેન્ટ – રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીસ ઇન ઇન્ડિયા (RSSDI) “ભારતમાં અંદાજિત 8.6 લાખ T1D દર્દીઓ સાથે, અમે આ સ્થિતિ સાથે જીવતા બાળકોની તાત્કાલિક જરૂરિયાતોને અવગણી શકીએ તેમ નથી. હેલ્થકેર વ્યાવસાયિકો અને શિક્ષકોને જરૂરી સાધનો અને જ્ઞાનથી સજ્જ કરીને, કાર્યક્રમ સમયસર નિદાન અને બાળકોના વિકાસ માટે જરૂરી ડાયાબિટીસ વ્યવસ્થાપનને સક્ષમ કરી રહ્યો છે.”

ડૉ સંજય અગ્રવાલ MD, FACE, FACP -સેક્રેટરી- રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીસ ઇન ઇન્ડિયા (RSSDI) “આ પ્રોગ્રામ માટે, RSSDI અને સનોફી ઈન્ડિયા તેમના સંબંધિત અનુભવ અને કુશળતાને જોડીને સાર્વત્રિક માનક-સંભાળનું નિર્માણ કરી રહ્યા છે જે વૈશ્વિક ભલામણો અનુસાર સમગ્ર ભારતમાં સારવારમાં ઍક્સેસ પ્રદાન કરે છે. RSSDI ભારતમાં T1D સંભાળની સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત છે.”

વૈશ્વિક પ્રકાર 1 ડાયાબિટીસ ઇન્ડેક્સ મુજબ, ભારતમાં પ્રકાર 2 ડાયાબિટીસના 4.4% સામે T1D દર વર્ષે 6.7%ના દરે વધી રહ્યો છે.[3]

સનોફી ઇન્ડિયા લિમિટેડ દ્વારા સમર્થિત RSSDI દ્વારા ટાઇપ 1 ડાયાબિટીસ માટેના આ સામાજિક પ્રભાવ કાર્યક્રમનો હેતુ સમગ્ર ભારતમાં પ્રશિક્ષિત હેલ્થકેર પ્રોફેશનલ્સ (HCPs) અને T1D શિક્ષકો બંનેના નેટવર્ક દ્વારા સપોર્ટ પ્રોગ્રામ બનાવીને T1D દર્દીઓની આરોગ્ય સ્થિતિ સુધારવાનો છે. પ્રશિક્ષણ ડોકટરો યોગ્ય નિદાન અને સંચાલનને સક્ષમ કરશે, જે લાંબા ગાળાની ગૂંચવણોની ઘટનામાં ઘટાડો તરફ દોરી જશે. RSSDIએ T1Dનું સમયસર નિદાન કરવા અને T1Dથી પ્રભાવિત લોકો અને તેમના સંભાળ રાખનારાઓ માટે સંભાળ અને વ્યવસ્થાપન કૌશલ્યમાં T1D શિક્ષકો માટે ક્ષમતા વધારવા માટે મોડ્યુલોના બે સેટ બનાવ્યા છે.

કુ. અર્પણા થોમસ – સિનીયર ડિરેક્ટર, કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી, સનોફી ઈન્ડિયા લિમિટેડ “અમે અમારા સામાજિક કાર્યક્રમના હસ્તક્ષેપની અસર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ જે ભારતમાં ટાઇપ 1 ડાયાબિટીસ સાથે જીવતા ઘણા બાળકોમાં જીવનની ગુણવત્તામાં ખૂબ જ ઝડપથી સુધારો કરી રહી છે. આ પ્રોગ્રામ સંભાળના ધોરણ બનાવવા માટે રચાયેલ છે જે પ્રકાર 1 ડાયાબિટીસમાં તેના નિદાન, શિક્ષણ અને પરામર્શ માટે ખૂબ જ જરૂરી છે. આ કાર્યક્રમ ડોકટરો અને શિક્ષકોની સંખ્યામાં વધારો કરવા અને બદલામાં, T1D નિદાન, સારવાર અને સંભાળ સુધી પહોંચવા માટે T1D તાલીમની સુવિધા આપે છે. સનોફી ઇન્ડિયાનો સામાજિક પ્રભાવ કાર્યક્રમ 1300 બાળકોને મફત ઇન્સ્યુલિન માટે ભંડોળ પૂરું પાડે છે જેમને તેમના T1Dનું શ્રેષ્ઠ રીતે વ્યવસ્થાપન કરવા માટે સારવાર મેળવવા માટે નાણાકીય સહાયની જરૂર હોય છે.”

ડ઼ૉ.બંશી સાબુ  -MD, FIACM, FICN, FACE, MNAMS (ડાયાબિટોલોજી) “ટાઈપ 2 ડાયાબિટીસની જેમ, ટાઈપ 1 ડાયાબિટીસ પણ ઉપરના વલણનો અનુભવ કરી રહ્યો છે અને જ્યારે તેનો વ્યાપ એટલો નોંધપાત્ર ન પણ હોઈ શકે, છતા તે હજુ પણ ચેતવણીનું કારણ છે. આમ, ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પહોંચી વળવા સારવાર, દેખરેખ, ડોઝ અને ટાઇટ્રેશન પર વ્યાપક તાલીમ અને શિક્ષણ મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં હેલ્થકેર વ્યાવસાયિકો અને શિક્ષકોને જરૂરી સાધનો અને જ્ઞાનથી સજ્જ કરીને અમે આ બાળકોના જીવનમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકીએ છીએ.”

[1]ગુમાવેલા તંદુરસ્ત વર્ષો = સનોફી – ભારતમાં ભારત માટે T1D સાથે જીવવાથી અસ્વસ્થતા, અક્ષમતા અથવા વહેલા મૃત્યુને કારણે ગુમાવેલા સમયનો અંદાજ. (https://www.t1dindex.org/countries/india/)  [2]ગુમાવેલા તંદુરસ્ત વર્ષો = સનોફી – ભારતમાં ભારત માટે T1D સાથે જીવવાથી અસ્વસ્થતા, અક્ષમતા અથવા વહેલા મૃત્યુને કારણે ગુમાવેલા સમયનો અંદાજ (https://www.t1dindex.org/countries/india/)
[3]https://www.t1dindex.org/countries/india/


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.