U GRO કેપિટલએ 100 કરોડ સુધીના NCDs માટે પ્રોસ્પેક્ટ્સ ફાઇલ કર્યું
ઇશ્યૂનું રેટિંગ: સૂચિત એનસીડીને એક્વાઇટ રેટિંગ્સ એન્ડ રિસર્ચ લિમિટેડે રૂ. 200 કરોડની રકમ માટે “ACUITE A+ (એક્વાઇટ એ પ્લસ) (આઉટલૂક: સ્ટેબ્લ)” રેટિંગ 04 માર્ચ, 2022ના પત્રમાં આપ્યું છે અને 24 માર્ચ, 2022ના રોજ પત્રમાં ફરી પુષ્ટિ કરી છે.
ઇશ્યૂ સબસ્ક્રિપ્શનની વિગત: ઇશ્યૂ ખુલશે ગુરુવાર, 07 એપ્રિલ, 2022 અને બંધ થશે 06 મે, 2022*
NCDs પર લાગુ કૂપન/વ્યાજદર:
સીરિઝ 1: 10.00% (દસ ટકા) પ્રતિ વર્ષ ત્રિમાસિક ધોરણે ચુકવવાપાત્ર (10.37% (ટેન ડેસિમલ થ્રી સેવન પર્સન્ટ) XIRR)
સીરિઝ 2: 10.15% (ટેન ડેસિમલ વન ફાઇવ પર્સન્ટ) પ્રતિ વર્ષ માસિક ધોરણે ચુકવવાપાત્ર (10.62% (ટેન ડેસિમલ સિક્સ ટૂ પર્સન્ટ) XIRR)
સીરિઝ 3: 10.40% (ટેન ડેસિમલ ફોર ઝીરો પર્સન્ટ) પ્રતિ વર્ષ માસિક ધોરણે ચુકવવાપાત્ર (10.90% (ટેન ડેસિમલ નાઇન ઝીરો પર્સન્ટ) XIRR
સીરિઝની મુદ્દત:
સીરિઝ 1: 18 (અઢાર) મહિના
સીરિઝ 2: 27 (સત્યાવીસ) મહિના
સીરિઝ 3: 36 (છત્રીસ) મહિના
રિડેમ્પ્શનની તારીખ:
સીરિઝ 1: એક્સપાઇરીની તારીખ ફાળવણીની ડીમ્ડ તારીખથી 18 (અઢાર) મહિનાની છે અને પ્રોસ્પેક્ટ્સના પરિશિષ્ટ 1 અંતર્ગત મૂકવામાં આવશે
સીરિઝ 2: એક્સપાઇરીની તારીખ ફાળવણીની ડીમ્ડ તારીખથી 27 (સત્યાવીસ) મહિનાની છે અને પ્રોસ્પેક્ટ્સના પરિશિષ્ટ 1 અંતર્ગત મૂકવામાં આવશે
સીરિઝ 3: એક્સપાઇરીની તારીખ ફાળવણીની ડીમ્ડ તારીખથી 36 (છત્રીસ) મહિનાની છે અને પ્રોસ્પેક્ટ્સના પરિશિષ્ટ 1 અંતર્ગત મૂકવામાં આવશે
NCDsનું લિસ્ટિંગ બીએસઇ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર થશે.
U Gro કેપિટલ લિમિટેડ (“U Gro કેપિટલ”/ “કંપની”) આરબીઆઈમાં રજિસ્ટર્ડ નોન-ડિપોઝિટ ટેકિંગ સિસ્ટેમેટિકલી ઇમ્પોર્ટન્ટ એનબીએફસી છે. કંપનીએ 30 માર્ચ, 2022ના રોજ રેટિંગ ધરાવતા, સીક્યોર્ડ, સીનિયર, લિસ્ટેડ, ટ્રાન્સફરેબ્લ, રીડિમેબલ, નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સના પબ્લિક ઇશ્યૂ માટે રજિસ્ટ્રાર્સ ઓફ કંપનીઝમાં રજિસ્ટર્ડ કર્યું હતું.
આ દરેક એનસીડીની ફેસ વેલ્યુ રૂ. 1,000 છે (“NCDs”) અને પબ્લિક કુલ ઇસ્યૂ રૂ. 5000 લાખ (“બેઝ ઇશ્યૂ સાઇઝ”)નો છે, જેમાં રૂ. 5,000 લાખ સુધીનું ઓવર-સબસ્ક્રિપ્શ જાળવી રાખવાનો વિકલ્પ સામેલ છે, જેથી ઇશ્યૂની કુલ સાઇઝ રૂ. 10,000 લાખ થાય છે. (“ઇશ્યૂ”)
કંપનીના ઇક્વિટી શેરનું લિસ્ટિંગ એનએસઇ અને બીએસઇ પર થશે.
કંપની ફંડનો ઉપયોગ આ માટે કરશેઃ (1) આગળ જતાં ધિરાણ, ફાઇનાન્સિંગ તથા કંપનીના હાલના ઋણના વ્યાજ અને મુદ્દલની પુનઃચુકવણીના ઉદ્દેશ માટે કુલ અંદાજિત ચોખ્ખી આવકના ઓછામાં ઓછા 75 ટકાનો ઉપયોગ કરશે અને (2) કુલ અંદાજિત ચોખ્ખી આવકના 25 ટકા સુધી ફંડનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કામગીરી માટે કરશે.
ઇશ્યૂ અંતર્ગત ઇશ્યૂ થનાર સૂચિત એનસીડી એક્વાઇટ રેટિંગ્સ એન્ડ રિસર્ચ લિમિટેડના 04 માર્ચ, 2022ના પત્ર મુજબ રૂ. 200 કરોડની રકમ માટે “ACUITE A+ (એક્વાઇટ એ પ્લસ) (આઉટલૂકઃ સ્ટેબ્લ)” રેટિંગ ધરાવે છે, જેની 24 માર્ચ, 2022ના પત્રમાં પુનઃપુષ્ટિ કરવામાં આવી હતી.
કંપની ત્રણ સીરિઝમાં નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચરના ઇશ્યૂ મારફતે ફંડ ઊભું કરવાનો ઇરાદો ધરાવે છે અને કૂપન/ડિવિડન્ડનું પેમેન્ટ સિરીઝ 1માં ત્રિમાસિક ધોરણે તથા સીરિઝ 2 અને સીરિઝ 3માં માસિક ધોરણે ચુકવવાપાત્ર બનશે.
ઇશ્યૂના લીડ મેનેજર્સ છે – સનડાઇ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ, ટિપ્સન્સ કન્સલ્ટન્સી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ.
MITCON ક્રેડેન્શિયા ટ્રસ્ટીશિપ સર્વિસીસ લિમિટેડ (અગાઉ MITCON ટ્રસ્ટીશિપ સર્વિસીસ લિમિટેડ તરીકે જાણીતી હતી) ઇશ્યૂના ડિબેન્ચર ટ્રસ્ટી છે. મહામારીના વર્ષ દરમિયાન વિવિધ પડકારોનો સામનો કરવા છતાં કંપનીએ વિવિધ પુરસ્કારો અને સન્માનો મેળવ્યાં છે,
જેમાં સામેલ છેઃ (1) બીડબલ્યુ ડિસરપ્ટ એન્ડ આઇબીએસ ઇન્ટેલિજન્સ દ્વારા એમએસએમઇ દ્વારા ટોપ 5 ડિજિટલ/ફિનટેક લેન્ડિંગ કંપનીઝમાં સ્થાન મેળવ્યું, (2) ફિનટેક કેટેગરી માટે ઇટી બેસ્ટ બીએફએસઆઇ બ્રાન્ડ ઓફ ધ યર એવોર્ડ, (3) વર્લ્ડ લીડરશિપ કોંગ્રેસ એન્ડ એવોર્ડ્ઝ દ્વારા બેસ્ટ એમએસએમઇ લેન્ડિંગ કંપની, (4) નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન ફાઇનાન્શિયલ સર્વિસીસ માર્કેટિંગ અને અન્ય થોડા દ્વારા ક્વિક લોન એપ્રૂવલ એવોર્ડ અને બેસ્ટ લેન્ડિંગ ટેક ઓફ ધ યર એવોર્ડ.