U GRO કેપિટલે નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સત્યાનંદ મિશ્રાની નિમણૂક
લિસ્ટેડ એમએસએમઇ ધિરાણ ફિનટેક પ્લેટફોર્મ U GRO કેપિટેલએ આજે કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે શ્રી સત્યાનંદ મિશ્રાની નિમણૂકની જાહેરાત કરી હતી.
40 વર્ષથી વધારેના બહોળા અનુભવ સાથે શ્રી મિશ્રા અગાઉ ભારતના ચીફ ઇન્ફોર્મેશન કમિશનર (ડિસેમ્બર, 2010થી સપ્ટેમ્બર, 2013) હતા. તેઓ નવેમ્બર, 2013થી નવેમ્બર, 2016 સુધી મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને નોન-એક્ઝિક્યુટિવ સ્વતંત્ર ડિરેક્ટર હતા.
તેઓ વર્ષ 2018 સુધી ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંકના ડિરેક્ટર પણ હતા અને ભારત સરકારમાં લઘુ ઉદ્યોગના વિકાસ કમિશનર હતા. ઉપરાંત તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી), પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબલ્યુડી) અને સાંસ્કૃતિક વિભાગ (મધ્યપ્રદેશ સરકાર) જેવા વિવિધ સરકારી વિભાગો માટે પૂર્વ સચિવનું પદ પણ ધરાવતા હતા.
31 માર્ચ, 2022 સુધી U GRO કેપિટલની એયુએમ વધીને રૂ. 3,000 કરોડ થઈ હતી અને એની શાખાનું નેટવર્ક 91 હતું. નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 292 ટકા વધીને રૂ. 6.08 કરોડ થયો હતો અને વિતરણ રૂ. 963 કરોડ હતું. એના ગ્રાહકોની સંખ્યા વધીને 20,000થી વધી ગઈ હતી.
આ નિમણૂક પર U GRO કેપિટલનાએક્ઝિક્યુટિવ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી શચિન્દ્ર નાથે કહ્યું હતું કે, “અમને U GROકેપિટલના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે શ્રી સત્યાનંદ મિશ્રાની નિમણૂક કરવાની ખુશી છે. તેમનું સુપરવાઇઝરી અને રેગ્યુલેટરી બેકગ્રાઉન્ડ તથા ધિરાણ ઉદ્યોગમાં બહોળા અનુભવથી કંપનીને તમામ સંલગ્ન હિતધારકો માટે વિશ્વસનિય અને કામગીરીલક્ષી એમએસએમઇ ધિરાણ પ્લેટફોર્મ બનવાની કંપનીની આકાંક્ષાને પુરી કરવામાં મદદરૂપ થશે.”
U GRO કેપિટલના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી સત્યાનંદ મિશ્રાએ કહ્યું હતું કે,“મને U GRO કેપિટલ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂક થવા પર ગર્વ છે, જેણે ફિનટેક એનબીએફસી તરીકે ઉત્કૃષ્ટ કામગીરીને નવેસરથી પરિભાષિત કરી છે. ચાર વર્ષના ટૂંકા ગાળામાં U GROએ ફાઇનાન્શયિલ દુનિયામાં પોતાનું નામ સ્થાપિત કરી દીધું છે. હું આ કંપનીના ઉજ્જવળ ભવિષ્ય માટે આતુર છું.”
આ વેગને જાળવી રાખવા કંપનીએ બાકી નીકળતી એમએસએમઇ ધિરાણનો 1 ટકા બજારહિસ્સો મેળવવા, રૂ. 20,000 કરોડની એયુએમ હાંસલ કરવા અને 1 મિલિયન એમએસએમઇ ગ્રાહકોને સેવા આપવા વિઝન 2025 સેટ કર્યું છે.