દ.કોરિયા પર ઉ. કોરિયાએ ૨૦૦થી વધુ ગોળા ઝિંકી દીધા
સિયોલ, દક્ષિણ કોરિયા પર શુક્રવારે સવારે સતત ૨૦૦થી વધુ તોપના ગોળા ઝિંકવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. માહિતી અનુસાર દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું કે આ ગોળાબારી સરમુખત્યાર કિમ જાેંગ ઉનના દેશ ઉ.કોરિયા તરફથી કરવામાં આવી હતી. જેના પછી દક્ષિણ કોરિયા તરફથી ટાપુ પર રહેતા લોકોને તાત્કાલિક ધોરણે કારણ જણાવ્યા વિના જ પોતાના ઘર ખાલી કરી સુરક્ષિત સ્થાને ખસી જવા કહી દેવામાં આવ્યું હતું.
દ.કોરિયાએ તેના નિવેદનમાં કહ્યું કે ગોળાબારીને લીધે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિ કે નુકસાનના અહેવાલ તો નથી પણ આ તોપના ગોળા ઉત્તર સરહદે આવીને પડતાં ગભરાટ ફેલાયો હતો. આ બંને દેશો વચ્ચેની દરિયાઈ સરહદ છે. જેના પગલે દક્ષિણ કોરિયામાં ટાપુ પર રહેતા લોકોને એક મેસેજ મોકલાયો કે તેઓ જલદીથી જલદી સુરક્ષિત સ્થાને ખસી જાય.
ઉત્તર કોરિયા તરફથી આ તોપમારો એક સૈન્ય કવાયતને પગલે કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અગાઉ ૨૦૧૦માં ઉ.કોરિયામાં યેઓનપયોંગ ટાપુ પર અનેક રાઉન્ડ ગોળીબાર કરાયો હતો જેમાં બે નાગરિકો સહિત કુલ ૪ લોકો મૃત્યુ પામ્યા. તે ૧૯૫૩માં કોરિયન યુદ્ધ સમાપ્ત થયા બાદથી પાડોશીઓ પર સૌથી ભારે હુમલા પૈકી એક હતો. SS2SS