U19ના આ ખેલાડીને પંજાબ કિંગ્સએ બે કરોડની જંગી રકમમાં ખરીદ્યો
U19 વર્લ્ડકપના હીરો રાજ બાવા ઉપર થયો રૂપિયાનો વરસાદ
બેંગલુરુ, અંડર-૧૯ વર્લ્ડકપના ફાઈનલમાં ઈંગ્લેન્ડને હારવા મજબૂર કરનાર સ્ટાર ઓલરાઉન્ડર રાજ બાવા પર ઈન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શનમાં રૂપિયાનો વરસાદ થયો છે. તેને પ્રીતિ ઝિન્ટાની સહ-માલિકીની ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સએ બે કરોડ રૂપિયાની જંગી રકમમાં ખરીદ્યો હતો.
રાજની બેઝ પ્રાઈસ ૨૦ લાખ હતી અને સનરાઈઝર્સ હૈદરાબાદે પહેલી બોલી લગાવી હતી. આ પછી પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પણ રેસમાં કૂદી પડ્યા. ટૂંક સમયમાં જ બોલી ૫૦ લાખ, એક કરોડ, ૧.૫ કરોડને વટાવીને બે કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. અંતે પંજાબ કિંગ્સ તેને ખરીદવામાં સફળ રહ્યું હતું.
રસપ્રદ વાત એ છે કે રાજે U19 વર્લ્ડકપ ચેમ્પિયન ભારતીય ટીમના કેપ્ટન યશ ધૂલ કરતા ૪ ગણી વધુ કિંમત મળી છે. દિલ્હીના યશને તેની હોમ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સે ૫૦ લાખ રૂપિયાની બોલી લગાવીને ટીમમાં સામેલ કર્યો હતો.
રાજ માટે અંડર-૧૯ વર્લ્ડ કપ સારો રહ્યો.
તેણે ફાઇનલમાં ૩૫ રન બનાવવા ઉપરાંત ૩૧ રનમાં ૫ વિકેટ ઝડપી હતી. આ પહેલા તેણે આયર્લેન્ડ સામે નિર્ણાયક ૪૨ રન બનાવ્યા હતા જ્યારે તેણે યુગાંડા સામે ૧૦૮ બોલમાં ૧૪ ચોગ્ગા અને ૮ છગ્ગાની મદદથી અણનમ ૧૬૨ રન બનાવ્યા હતા. ત્યારથી એવું માનવામાં આવતું હતું કે તે ૈંઁન્માં તેની પર મોટી બોલી લાગશે.
આઈપીએલની હરાજીનો આજે બીજાે દિવસ છે. ઈંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોનને પંજાબ કિંગ્સે ૧૧.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે આ ટીમનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે. ઈજાગ્રસ્ત જાેફ્રા આર્ચર પર મુંબઈ ઈન્ડિયન્સે ૮ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જાે કે, આર્ચર માટે આ સિઝનમાં રમવું મુશ્કેલ છે.
આઈપીએલ ૨૦૨૨ માટે બેંગલુરૂમાં મેગા ઓક્શનમાં રવિવારે પણ ટીમોએ ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો છે. ભારતના અનેક ખેલાડીઓને મોટી રકમ મળી છે. તો વિદેશી ખેલાડીઓએ પણ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મોટી રકમ મેળવી છે. અન્ડર-૧૯ના ખેલાડીઓ પર પણ રૂપિયાનો વરસાદ થયો છે. અમે તમને એવા ખેલાડીઓ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેને આ હરાજીમાં મોટી રકમ મળી છે.