UAE-અબુ ધાબીમાં BAPSના સ્વામિનારાયણ મંદિરનો શીલાન્યાસ

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી UAE-અબુ ધાબીમાં BAPSના સ્વામિનારાયણ મંદિરનુ નિર્માણ થઇ રહેલ છે જેના શીલાન્યાસ પ્રસંગે હાજરી આપી હતી,
તેમણે જણાવ્યુ હતું કે, 1997 માં પુજ્ય પ્રમુખ સ્વામીએ વિદેશની ધરતી ઉપર હિન્દુ સંસ્કાર અને સંસ્કૃતિને ઉજાગર કરતુ એક હિન્દુ મંદિરની સ્થાપના કરવાનો સંકલ્પ કરેલ જે સંકલ્પ પુજ્ય બ્રહ્મવિહારી સ્વામીના અથાગ પરીશ્રમથી આજે UAEના અબુધાબીની ધરતી ઉપર સાકાર થઇ રહેલ જે પ્રસંગે હાજર રહીને ગૌરવની લાગણી અનુભવુ છું.
તાજેતરમાં જ યુવા નેતા જયેશભાઈ રાદડીયાના દુબઈ(UAE)ખાતેના પ્રવાસ દરમ્યાન દુબઈના અબુધાબી ખાતે બી.એ.પી.એસ.સ્વામી નારાયણ સંસ્થાન દ્વારા નિર્માણાધીન હિન્દુ મંદિરના બાંધકામ સ્થળની તેઓએ મુલાકાત કરતા આ નિર્માણાધીન ભવ્ય હિન્દુ મંદિરની કામગીરીથી જયેશભાઈ રાદડીયાને અવગત કરાવતા પૂ.બ્રહ્મવિહારી સ્વામી તેમજ આત્મીય હરિભક્તો શ્રી નિપુલ પટેલ,પ્રવિણભાઈ દેસાઈ તેમજ કેયુરભાઈ ખારવા શહીત યુવા આગેવાનો સાથે રહ્યા હતા.
આ સાથે દુબઈ આબુધાબી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી એ જયેશભાઇ રાદડીયા નું સન્માન કર્યું હતું અને દુબઈ અબુધાબી દેશ ખાતે ભવ્ય હિન્દુ મંદિર બની રહ્યું છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને ભારતનું ગૌરવ ગણાવ્યું હતું.