UAE માં ભારતના પ્રધાનમંત્રીને અપાનારૂં ઓર્ડર ઓફ ઝાયેદ શું છે
નવી દિલ્હી, ત્રણ દેશોની મુલાકાતે નિકળેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા ફ્રાન્સ પછી યુએઈ અને ત્યારબાદ બહેરીન જવાના છે. અરબ દેશમાં તેમને ઓર્ડર ઓફ ઝાયેદથી સન્માનિત કરવાના છે.
સંયુક્ત આરબ અમીરાતનું સર્વોચ્ચ નાગરિક તરીકેનું સન્માનપદથી મોદીને નવાજવામાં આવશે. આ મેળવનાર ભારતના સૌપ્રથમ વડાપ્રધાન મોદી છે. આ અગાઉ કોઈને આ સન્માન મળયું નથી. અગાઉ ઓર્ડર ઓફ ઝાયેદ સન્માનથી ચીનના વડાપ્રધાન જીન પીંગ, મોરક્કોના રાજા, નેધરલેન્ડની રામી, લેબેનોના પ્રેસિડન્ટ, ઈથોપીયાના વડાપ્રધાન અને પાકિસ્તાનના પરવેઝ મુશરર્ફને નવાજવામાં આવ્યા હતા.
આ પુરસ્કાર પ્રતિષ્ઠિત સેવા માટે અથવા પોતાના ક્ષેત્રમાં પ્રખ્યાત થયેલા વ્યક્તિઓને જ આપવામાં આવે છે. લશ્કરી કર્મચારી બિન-સૈન્યની સેવાઓ માટે પણ કોઈ પણ વ્યક્તિ આ મેળવવા માટે લાયક હોઈ શકે છે.