ઉબરે ભારતમાં વધુ છ શહેરોમાં ‘રિઝર્વ’નું વિસ્તરણ કર્યું
આયોજિત મુસાફરી શોધનારાઓ માટે રોકડ ચૂકવણીનો વિકલ્પ પણ શરૂ કર્યો
રિઝર્વ 13 શહેરોમાં 30 મિનિટથી 90 દિવસ અગાઉ ખાતરીપૂર્વકની રાઈડની પ્રી-બુકિંગની સુવિધા આપે છે
ભારત, 26 એપ્રિલ, 2023: ઉબરે આજે ભારતના 6 વધુ શહેરોમાં રિઝર્વના વિસ્તરણની જાહેરાત કરી હતી, જે રાઇડર્સને તેમની મુસાફરીની 30 મિનિટથી 90 દિવસ પહેલાં તેમની રાઇડ્સ પ્રી-બુક કરવાનો વિકલ્પ પૂરો પાડે છે. Uber expands ‘Reserve’ to six more cities in India, also opens up cash payment option for planned travel seekers
ઉબર રિઝર્વ હવે રોકડ ચૂકવણી માટે ઉપલબ્ધ રહેશે જે રાઇડર્સને વિશ્વસનીય, પ્રી-બુક કરેલી રાઇડ્સ ઓફર કરશે. આ સેવા હવે ભારતના 13 શહેરો મુંબઈ, બેંગ્લોર, દિલ્હી-એનસીઆર, કોલકાતા, ચેન્નાઈ, પુણે, હૈદરાબાદ, કોચી, ચંદીગઢ, અમદાવાદ, જયપુર, લખનૌ અને ગુવાહાટીમાં લાઇવ થઈ ચૂકી છે.
રિઝર્વ સર્વિસનું વિસ્તરણ બજારની જરૂરિયાતોને અનુરૂપ તેની નવીનતમ વૈશ્વિક ઓફરિંગ લાવીને ભારત પ્રત્યેની ઉબેરની પ્રતિબદ્ધતાનો સંકેત આપે છે. ઓન-ડિમાન્ડ ટ્રિપ્સ ઉપરાંત રિઝર્વ વિકલ્પ સાથે, ડ્રાઇવરો ઓફર્સમાંથી પસંદગી કરી શકે છે
જે રસ્તા પર તેમના સમય માટે સૌથી યોગ્ય હોય. ઉબર રિઝર્વ ડ્રાઇવરોને 7 દિવસ પહેલાથી ટ્રિપ્સ સ્વીકારવાનો વધારાનો વિકલ્પ પૂરો પાડે છે જેનાથી તેમને તેમની કમાણી અને ડ્રાઇવિંગ શેડ્યૂલને અગાઉથી નક્કી કરવામાં મદદ મળે છે.
રિઝર્વ હવે ઉબર એપના લેટેસ્ટ વર્ઝનમાં નવા વિકલ્પ તરીકે દેખાય છે અને ઉબર પ્રીમિયર, ઉબર ઈન્ટરસિટી, ઉબર રેન્ટલ્સ અને ઉબલ એક્સએલ પર ઉપલબ્ધ છે. નવી પ્રોડક્ટ પૂર્વ-આયોજિત મુસાફરીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે, જેમાં વર્ક ટ્રિપ્સ, એરપોર્ટ ડ્રોપ્સ, ડોક્ટરની મુલાકાત અને અન્ય સુનિશ્ચિત એપોઇન્ટમેન્ટનો સમાવેશ થાય છે. આયોજિત રાઈડ વિકલ્પો વિવિધ આકર્ષક પ્રાઈઝ પોઈન્ટ્સ પર તમામ પ્રોડક્ટ કેટેગરીમાં ઉપલબ્ધ હશે.
આ લોન્ચ અંગે ટિપ્પણી કરતા ઉબર ઈન્ડિયા અને દક્ષિણ એશિયાના પ્રેસિડેન્ડ શ્રી પ્રભજીત સિંઘે જણાવ્યું હતું કે, “અમે ઉબર રિઝર્વનું ભારતના વધુ શહેરોમાં વિસ્તરણ કરવા માટે ઉત્સાહિત છીએ. રિઝર્વ સાથે, રાઇડર્સ મનની શાંતિ, નિશ્ચિતતા અને તેમની સફર પર વધારાનું નિયંત્રણ સુનિશ્ચિત કરીને તેમની રાઇડ્સ પ્રી-બુક કરી શકે છે.
રિઝર્વ ડ્રાઇવરો માટે ઓન-ડિમાન્ડ અને પ્રી-બુક કરેલી ટ્રિપ્સમાંથી પસંદ કરવા માટે વધુ વિકલ્પો પણ આપે છે. ઉબરમાં અમે હંમેશા રાઇડર્સ, ડ્રાઇવરો અને શહેરો માટે યોગ્ય હોય તેવી ગતિશીલતાની પુનઃકલ્પના કરીએ છીએ અને જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે રિઝર્વ સાથે અમે વધુ નિશ્ચિતતા પૂરી પાડીએ છીએ.”
એક બટનના ટચ સાથે વ્યાપક સલામતીનાં પગલાં, અનુકૂળ પિક-અપ્સ, કિફાયતી ભાવ અને ડિજિટલ પેમેન્ટ વિકલ્પો સાથે, ઉબર નવી કેટેગરીમાં એક સરળ પ્રોડક્ટ અનુભવ પ્રદાન કરવાની આશા રાખે છે જેનો રાઇડર્સ અને ડ્રાઇવરો તેની અન્ય લોકપ્રિય પ્રોડક્ટ્સ પર આનંદ માણે છે.
ઉબર રિઝર્વ ટ્રીપ કેવી રીતે બુક કરશો:
● અપડેટ કરેલ Uber એપ્લિકેશનમાં Reserve આઇકનને પસંદ કરો. 90 દિવસ સુધી અથવા ઓછામાં ઓછા 30 મિનિટ પહેલેથી શેડ્યૂલ કરો
● મુસાફરીનો સમય નજીક આવે ત્યારે નક્કી થયેલા ડ્રાઇવર સહિત, એપ્લિકેશનમાં બુકિંગ વિગતોની સમીક્ષા કરો. 1 કલાક અગાઉથી કોઈપણ જાતના ચાર્જ વિના કેન્સલ કરો
● રિઝર્વેશનમાં સામેલ વેઈટિંગ ટાઈમની અંદર ડ્રાઇવર-પાર્ટનરની રાહ જુઓ
● રાઈડનો આનંદ માણો
● Uber Reserve દ્વારા તમારી આગલી ટ્રિપનું પ્રી-પ્લાન કરો અને તણાવમુક્ત રહો!