Western Times News

Gujarati News

પ્રવાસીઓને અનુકૂળ અનુભવ પ્રદાન કરવા ઉબરે અદાણી એરપોર્ટ્સ સાથે ભાગીદારી કરી

મુંબઇ, અમદાવાદ, લખનઉ, ગુવાહાટી અને જયપુર એરપોર્ટ્સ ઉપર ભાગીદારી શરૂ- ડ્રાઇવર્સ માટે એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ ઉપર કેશલેસ સુવિધાની રજૂઆત

ગુરગાંવ, ઉબર અને અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ લિમિટેડે (એએએચએલ) પ્રવાસીઓ કેન્દ્રિત વિવિધ પહેલ સાથે તેમને રાઇડનો સરળ અનુભવ ડિલિવર કરવા આજે ભાગીદારીની જાહેરાત કરી છે. તેમાં ભારતના મુખ્ય એરપોર્ટ્સ મુંબઇ, અમદાવાદ, લખનઉ, ગુવાહાટી અને જયપુર ખાતે સાઇનેજીસ સાથે ઉબર પિક અપ ઝોનમાંથી બુકિંગ ટ્રીપ્સ સામેલ છે.

આ ભાગીદારી ઉબર પ્લેટફોર્મ ઉપર પ્રવાસીઓ અને ડ્રાઇવર્સ બંન્ને માટે અનુકૂળ અનુભવ પેદા કરવા પ્રયત્નશીલ છે કારણકે કોવિડ બાદ એર-ટ્રાવેલને વેગ મળ્યો છે. આ અંતર્ગત ઉબરે વર્ષ 2022ના ઉનાળામાં મુંબઇમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 અને 2 ઉપર કેશલેસ કામગીરી લોંચ કરીને આ એરપોર્ટ ઉફર ડ્રાઇવર પાર્ટનર્સને અનૂકળ કેશલેસ સગવડ ઓફર કરનાર પ્રથમ રાઇડ શેરિંગ કંપની બની હતી.

હવે તેઓ કોઇપણ પ્રકારની રોકડ ચૂકવણી કર્યાં વિના ઓટોમેટિક પાર્કિંગ સ્ટેમ્પ્સથી પ્રવેશ કરીને રાઇડર્સને પીક અપ કરી શકે છે, જેનાથી તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે. હવે પ્રવાસીઓને મુંબઇ એરપોર્ટ ટર્મિનલ્સ ઉપર ઉબર પાર્કિંગ અને પીકઅપ ઝોન તરફ દોરી જતાં વેફાઇન્ડિંગ સાઇનેજ પણ જોવા મળશે, જેથી એક્સેસ સરળ બનશે.

અમદાવાદ, લખનઉ, ગુવાહાટી અને જયપુર એરપોર્ટ ઉપર આવતાં પ્રવાસીઓ પાસે ટર્મિનલની અંદર અને બહાર ઉબર મેળવવા તથા અનૂકૂળ સ્થળો ઉપર ઓનબોર્ડ ટ્રાવેલ માટે સમર્પિત ઉબર પીક અપ ઝોન સંબંધિત માહિતી માટે કિઓસ્કની એક્સેસ રહેશે. ડ્રાઇવર્સ પાસે સમર્પિત પાર્કિંગ વિસ્તાર અને અનૂકળ કેશલેસ પેમેન્ટ્સ રહેશે.

વધુમાં આ એરપોર્ટ્સ ઉબર પીકઅપ ઝઓન તરફ પ્રવાસીઓ માટે દેખાય તેવાં વેફાઇન્ડિંગ સાઇનેજ ગોઠવશે તેમજ ડ્રાઇવર પાર્ટનર્સ માટેની સુવિધાઓમાં પણ વધારો કરશે.

આ ભાગીદારી વિશે પ્રતિક્રિયા આપતાં ઉબર ઇન્ડિયા સાઉથ એશિયાના બિઝનેસ ડેવલપમેન્ટના ડાયરેક્ટર અભિલેખ કુમારે જણાવ્યું હતું કે, “અમે અમારી કામગીરી હેઠળના શહેરોમાં સંકલિત અને ઉન્નત એરપોર્ટ રાઇડ અનુભવ પ્રદાન કરવાના વિઝન સાથે સુસંગત રહેતાં અદાણી એરપોર્ટ્સ સાથે અમારી ભાગીદારીની જાહેરાત કરતાં ઉત્સાહિત છીએ.

આ સહયોગથી અમે રાઇડર્સને વધુ પસંદગી અને બેસ્ટ ઇન ક્લાસ પ્રોડક્ટ ઇનોવેશન્સ પ્રદાન કરવા સક્ષમ બનીશું કારણકે ભારતમાં બિઝનેસ અને લેઝર ટ્રાવેલર્સ બંન્નેના એર ટ્રાવેલમાં વધારો થઇ રહ્યો છે. તેનાથી અમારા પ્લેટફોર્મ ઉપર ડ્રાઇવર્સને પણ જંગી લાભ થશે

કારણકે તેઓ એરપોર્ટ પ્રવાસીઓને પીક અને ડ્રોપ કરવા દરમિયાન કેશલેસ કામગીરીની અનુકૂળતા હાંસલ કરશે. અમે અમારા મૂલ્યવાન ભાગીદાર એએએચએલ સાથે મળીને નજીકના ભવિષ્યમાં વધુ ત્રણ મહત્વપૂર્ણ એરપોર્ટ્સ ઉપર કામગીરી વિસ્તારવાની યોજના ધરાવીએ છીએ.”

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના ડાયરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે, “અમારા એરપોર્ટ્સ વૈશ્વિક એર મેપમાં વિશિષ્ટ ઉપસ્થિતિ ધરાવે છે. એર ટ્રાવેલ લાખો ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ પ્રવાસીઓની આકાંક્ષાઓને પૂર્ણ કરે છે તથા તેમની વૃદ્ધિ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ સાથે જોડે છે.

અમારી સેવાઓમાં અનુકૂળતા કેન્દ્રસ્થાને રાખતાં અમે અમારા ભાગીદારો સાથે મળીને નવીન અને સંકલિત ઉકેલો તૈયાર કરીએ છીએ, જે પ્રવાસ દરમિયાન સમસ્યામુક્ત આયોજનને સમજે છે. અમે અમારા તમામ એરપોર્ટ્સ ઉપર સરળ, સુરક્ષિત અને અનુકૂળ ટ્રાવેલ એક્સપિરિયન્સ સુનિશ્ચિત કરવા કટીબદ્ધ છીએ.”

સમગ્ર વિશ્વ મહામારીમાંથી બહાર આવી રહ્યું છે ત્યારે ભારતમાં એર ટ્રાવેલમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ક્રેડિટ રેટિંગ એજન્સી આઇસીઆરએ મૂજબ નાણાકીય વર્ષ 22-23 દરમિયાન એકંદર પેસેન્જર ટ્રાફિક વધીને પ્રી-કોવિડ સ્તરના 80-85 ટકા પહોંચવાનો અંદાજ છે, જેનું મુખ્ય કારણે પ્રાદેશિક પેસેન્જર ટ્રાફિકમાં મજબૂત અને ઝડપી સુધારો તથા આંતરરાષ્ટ્રીય કમર્શિયલ કામગીરીનો પુનઃપ્રારંભ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.