Western Times News

Gujarati News

UCC સમિતિના સભ્યો દ્વારા સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાત અંગે સમિતિના સભ્યો દ્વારા સુરેન્દ્રનગરમાંથી અભિપ્રાયો મેળવાયા

કોઈપણ નાગરિક “સમાન નાગરિક સંહિતા” માટે વેબ-પોર્ટલ https://uccgujarat.inપોસ્ટઈ-મેઇલ અથવા રૂબરૂ આવીને પણ તા.૧૫ એપ્રિલ સુધી પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી શકશે :-સમિતિના સભ્ય શ્રી સી.એલ.મીના (નિવૃત આઈ.એ.એસ)

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા સંદર્ભે યુ.સી.સી.ની સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં આજે જિલ્લા કલેકટર કચેરીસુરેન્દ્રનગર  ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમિતિના સભ્યો દ્વારા યુ.સી.સી. અંગે સમાજના વિવિધ સમુદાયવર્ગો ,સામાજિક-ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓપ્રબુદ્ધ નાગરિકો પાસેથી મૌખિક તથા લેખિત પ્રતિભાવો-અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા.

સમાન નાગરિક સંહિતા મામલે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય શ્રી સી.એલ.મીનાએ (નિવૃત આઈ.એ.એસ) બેઠકમાં જણાવ્યું હતું કેગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની  જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ (નિવૃત્ત) શ્રી રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા રાજ્યના રહેવાસીઓના વ્યક્તિગત દીવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરાશે. મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કેરાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in પર પોસ્ટઈ-મેઇલ અથવા સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસકર્મયોગી ભવનબ્લોક નં.૧વિભાગ એછઠ્ઠો માળસેક્ટર ૧૦ એગાંધીનગરપિન- ૩૮૨૦૧૦ પર રૂબરૂ આવીને પણ તા.૧૫ એપ્રિલ સુધી પોતાના મંતવ્યો અને  સૂચનો રજૂ કરી શકશે. રાજ્યના દરેક ખૂણે-ખૂણેથી મંતવ્યો આવે અને ખાસ કરીને ૧૮ વર્ષથી વધારે વયના લોકોને પોતાના પ્રતિભાવો આપવા અપીલ કરી હતી.

આ તકે જિલ્લા સરકારી વકીલ શ્રીબાર એસોસિએશનના સભ્યોપદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડપદ્મશ્રી મુક્તાબેન ડગલી તેમજ સામાજિકધાર્મિક અગ્રણીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓસમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓએ સમાન નાગરિક સંહિતા મામલે પોતાના વિચારો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. જેની સમિતિના સભ્યોએ નોંધ કરી હતી. ઉપરાંત ઉપસ્થિત લોકોએ આ અંગે પોતાના લેખિત અભિપ્રાયો પણ સમિતિને આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા ક્લેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલજિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિકનિવાસી અધિક કલેકટર શ્રી આર.કે.ઓઝા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.