શિવસેના ઉદ્ધવ જૂથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લીધી

નવીદિલ્હી, અમિત શાહને શિવસેના ઉદ્ધવ જૂથ મળવા ગયુ છે. કોલ્હાપુરમાં હાલ પોલીસ એક્ટ ૩૭ લાગુ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદના મુદ્દાને લઈને એનસીપી એટલે કે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) સાંસદોના એક પ્રતિનિધિ મંડળે સુપ્રિયા સુલેના નેતૃત્વમાં સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી.
આ સંબંધમાં શિવસેના ઉદ્ધવ જૂથની પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું, કર્ણાટકના મુખ્યમંત્રી જે નિવેદન આપી રહ્યા છે તેને લઈને અમે ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરી. ટૂંક સમયમાં જ સમસ્યાનું સમાધાન કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે, અમને પૂરી આશા છે કે મહારાષ્ટ્રના હિતોની રક્ષા થશે.
આ દરમિયાન કર્ણાટક-મહારાષ્ટ્ર સીમા વિવાદને જાેતા કોલ્હાપુર જિલ્લામાં મહારાષ્ટ્ર પોલીસ એક્ટ ૩૭ લગાવવામાં આવ્યો છે. જિલ્લા અધિકારીના આદેશ બાદ એક જગ્યા પર પાંચ કરતા વધુ લોકોના ભેગા થવા પર પાબંધી લગાવવામાં આવી છે. આ પાબંધી આજે ૯ ડિસેમ્બરથી ૨૩ ડિસેમ્બર સુધી રહેશે.
તેમજ શનિવારે મહા વિકાસ અઘાડી તરફથી કર્ણાટક સરકાર વિરુદ્ધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. જાેકે, પ્રશાસન અને પોલીસ તરફથી અત્યારસુધી પ્રદર્શનની કોઈ પરવાનગી આપવામાં આવી નથી.
મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં પાંચ કરતા વધુ લોકોના ભેગા થવા પર ૨૩ ડિસેમ્બર સુધી પાબંધી છે. મહારાષ્ટ્ર પોલીસ એક્ટની ધારા ૩૭ અંર્તગત કોલ્હાપુરના કલેક્ટરે આદેશ જાહેર કર્યા છે. મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદને લઈને કાલે મહા વિકાસ અધાડીના મોટા પ્રદર્શનને જાેતા આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્ણાટક સાથે સીમા વિવાદને લઈને ઉત્પન્ન હાલની સ્થિતિના સમાધાન માટે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. તો બીજી તરફ, વિપક્ષી દળોએ પણ મામલા પર સર્વદલીય બેઠક બોલાવવાની માંગ કરી અને સીમા મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર પર નિશાનો પણ સાધ્યો હતો.
આ મામલા પર મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી અને તેમને છેલ્લાં ૧ અઠવાડિયામાં કર્ણાટકની સાથે થયેલા સીમા વિવાદ સાથે સંકળાયેલા ઘટનાક્રમ અંગે જાણકારી પણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટક અને મહારાષ્ટ્રની વચ્ચે સીમા વિવાદ ખૂબ જ જુનો છે. બંને રાજ્ય એક બીજાના વિસ્તારો પર પોતના નિયંત્રણની માંગ કરતા રહે છે. આમ તો આ ખૂબ જ જુનો વિવાદ છે, પરંતુ હાલના સમયમાં તેને લઈને પરિસ્થિતિ ફરી બગડવા માંડી છે.HS1MS