UGVCLની કચેરી ગ્રાહકો પાસેથી ચેક સ્વીકારવાની ના પાડી રહી છે

20 હજાર સુધીનું બિલ ચેકથી ભરવાની છૂટ હોવા છતાં ડિજિટલ પેમેન્ટનો દુરાગ્રહ
ઉત્તર ગુજરાત વીજ કંપનીની મનમાની -ઈલેક્ટ્રિસિટી સપ્લાય કોડ નંબર ૬.૭૪માં જાેગવાઈ હોવા છતાં બિલ કલેકશન સેન્ટર્સ પરથી ગ્રાહકોને પાછા કઢાય છે
અમદાવાદ, ગુજરાત સરકારની દેખરેખ હેઠળ ચાલતી ઉત્તર ગુજરાતની વીજ કંપની હવે ૧૦,૦૦૦ થી ૧પ,૦૦૦ના વીજ બિલ પણ નેશનલ ઈલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફરથી (NEFT) જમા કરાવવાની ફરજ પાડી રહી છે. ઈલેકિટ્રસિટી એકટની જાેગવાઈથી વિપરીત જઈને વીજ જાેડાણધારકોને નેફટથી બિલ ભરવાની ફરજ પાડી રહી છે.
સૌથી વધુઆઘાત પમાડે તેવી બાબત એ છે કે ઈલેકિટ્રસિટી સપ્લાય કોડ નંબર ૬.૭૪માં સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે વીજ જાેડાણ ધરાવતા ગ્રાહક રૂા. ર૦,૦૦૦ સુધીની રકમની બિલ ચેકથી, ડિમાન્ડ ડ્રાફટથી અથવા તો ઈ-પેમેન્ટના કોઈપણ માધ્યમથી પેમેન્ટ કરી શકે છે.
ચેક કે ડિમાન્ડ ડ્રાફટ કોઈપણ શિડ્યુલ કોમર્શિયલ બેન્કમાં જમા કરાવી શકાય તેવો નિયમ છે. તેમ જ જે તારીખે ચેક સ્વિકારાઈ જાય તે તારીખને બિલનું પેમેન્ટ કર્યાની તારીખ ગણવામાં આવે છે.
અમદાવાદ શહેરના ગ્રાહકોને પણ તેનાથી તકલીફ થઈ રહી છે. મોટેરા સ્ટેડિયમ પાસે આવેલી યુજીવીસીએલની કચેરી ગ્રાહકો પાસેથી ચેક સ્વીકારવાની ના પાડી રહી છે. ઉત્તર ગુજરાત વીજ કંપનીઓના જાેડાણ ધરાવતી અમદાવાદની ભાગોળે આવેલી સેંકડો હજારો હાઉસિંગ સોસાયટીઓને નેશનલ ઈલેકિટ્રસિટી ફંડ ટ્રાન્સફર
કરાવવા માટે અલગ અલગ બેન્કોનો આશરો લેવો પડી રહ્યો છે. ઈલેકિટ્રસિટી સપ્લાય કોડનો ભંગ ખુદ ઈલેકિટ્રસિટી કંપની જ કરી રહી છે. તેને પરિણામે ગ્રાહકોની હાલાકી વધી રહી છે.