ઉકાઈ ડેમના ૧૨ દરવાજા ખોલાયાં
ડેમમાંથી તાપી નદીમાં ૧.૭૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
(એજન્સી)તાપી, દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં ડેમ પ્રશાસન દ્વારા ડેમના ૨૨ દરવાજામાંથી ૧૨ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરાઈ છે. જેમાં ડેમમાંથી હાલ ૧૨ દરવાજા ખોલી તાપી નદીમાં ૧ લાખ ૭૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
જ્યારે હાલ ડેમના ઉપરવાસમાંથી ૧ લાખ ૩૦ હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે. ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ ડેમ સપાટી ૩૩૪.૭૧ છે જ્યારે ડેમનું રૂલ લેવલ ૩૩૫ છે.
રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તાપી નદીના કાઠે વસવાટ કરતાં લોકોને સાબદા કરવામાં આવ્યા છે. રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-ર૦૭ જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા રપ,ર૬૬ સ્ઝ્રસ્ છે
તેની સામે અત્યાર સુધીમાં ૧૭,૩૯પ સ્ઝ્રસ્ પાણી જળાશયોમાં આવ્યું છે એટલે કે ૬૯ ટકા જેટલું પાણી આ જળાશયોમાં છે. પાણીનો આ આવરો પાછલા ૧૩ વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની તા.૧૦મી ઓગસ્ટ કરતાં ર૧ ટકા વધારે છે. રાજ્યના જળાશયોની વિસ્તાર પ્રમાણે સમીક્ષા કરતાં જણાવવામાં આવ્યું કે,
કચ્છ પ્રદેશમાં ર૦ મધ્યમ અને ૧૭૦ નાની સિંચાઇ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ ૭૦ ટકા પાણી છે. રાજ્યમાં સરેરાશ ૮૦ ટકા વરસાદ તા.૧૦ ઓગસ્ટ સુધીમાં વરસ્યો છે. એટલું જ નહિ, રાજ્યના ૩૩ જિલ્લાના બધા જ તાલુકાઓમાં ૧રપ મિ.મી કરતાં વધુ વરસાદ વરસી ગયો છે.