યુક્રેનના ‘રોબોટ્સ’ રશિયાની સેના સાથે હવે યુદ્ધ લડશે
કીવ, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે કદાચ આ બંને દેશોએ પણ વિચાર્યું નહીં હોય કે આટલું લાંબુ ચાલશે. અઢી વર્ષ વીતી ગયા પણ બંને દેશોની સેના હજુ પણ યુદ્ધના મેદાનમાં છે. યુક્રેન પણ સૈનિકોની અછતમાંથી પસાર થઈ રહ્યું છે. તેથી, ત્યાંની સરકારે ફ્રન્ટલાઈન પર ૧૦ હજાર રોબોટ્સ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.યુક્રેન છેલ્લા અઢી વર્ષથી રશિયા સાથે યુદ્ધમાં ફસાયેલું છે.
રશિયાના સૈનિકો અને આધુનિક હથિયારોના અભાવને કારણે તેને ઘણું નુકસાન પણ થયું છે. આવી સ્થિતિમાં યુક્રેન સરકારે ૧૦ હજાર ‘રોબોટ્સ’ને મોરચા પર ઉતારવાનો નિર્ણય કર્યાે છે.આ રોબોટ્સ વાસ્તવમાં બગ્ગી જેવા વાહનો હશે, જેને આવતા વર્ષ સુધીમાં ફ્રન્ટલાઈન પર તૈનાત કરવામાં આવશે.
આવા વાહનોને માનવરહિત ગ્રાઉન્ડ વાહનો કહેવામાં આવે છે. આ યુક્રેનિયન સૈનિકોને ભારે રશિયન આગ અને ડ્રોન હુમલાઓનો સામનો કરવામાં મદદ કરશે.SS1MS