યુક્રેનના સૌથી મોટા અણુ રિએક્ટર પર રશિયાનો કબજો

File
આ યુદ્ધમાં ફરીથી પરમાણુ યુદ્ધનું જોખમ વધી ગયું છે. અગાઉ, ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટને ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રશિયન સૈનિકોએ કબજે કરી લીધો હતો.
નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે જારી જંગનો આજે નવમો દિવસ છે. હવે સ્થિતિ બદથી બદતર થઇ રહી છે. તાકતવર રૂસ યુક્રેનને ખેદાન – મેદાન કરી નાખવા માંગે છે. બંને તરફ જાનમાલનું નુકસાન થઇ રહ્યું છે. Ukraine’s Zaporizhzhia nuclear power plant captured by Russian military officials said.
આ દરમિયાન રૂસી સેનાના હુમલાથી યુક્રેનના જાપોરિઝિઝયા ન્યુકિલયર પાવર પ્લાન્ટમાં આગ લાગી છે. યુક્રેનના વિદેશી મંત્રીએ ટવીટ્ કરીને જણાવ્યું છે કે, રૂસની સેનાએ યુરોપના સૌથી મોટા પરમાણુ ઉર્જા એકમ પર ચારેતરફથી ગોળીબાર કર્યો છે. આગ પહેલેથી ભડકી ચુકી છે. જો તે ફાટશે તો ચેરનોબિલીથી ૧૦ ગણી મોટી તબાહી મચી શકે છે.
રોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ આગ પછી યૂરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ પરના હુમલાઓ બંધ કરવા રશિયન સૈનિકોને હાકલ કરી હતી. કુલેબાએ ટ્વીટ કર્યું, ‘જો તે બ્લાસ્ટ થશે, તો તે ચોર્નોબિલ કરતા ૧૦ ગણો મોટો બ્લાસ્ટ હશે! રશિયનોએ તરત જ આગને રોકવી જોઈએ.’
રશિયાએ યુક્રેનના એનર્હોદર શહેરમાં હુમલો કર્યો છે. એનર્હોદર એ યુક્રેનમાં ઝાપોરિઝ્ઝિયા ઓબ્લાસ્ટના ઉત્તર-પヘમિ ભાગમાં એક શહેર અને નગરપાલિકા છે. ખરેખર, એનર્હોદર ઝાપોરિઝિયાથી અમુક અંતરે આવેલું છે. એનર્હોદર નિકોપોલ અને ચેર્વોનોહરીહોરીવકાની સામે, કાખોવકા જળાશય નજીક ડીનીપર નદીના ડાબા કાંઠે સ્થિત છે.
યુક્રેનના ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ૬ રિએક્ટર છે, જે આખા યૂરોપમાં સૌથી મોટા અને પૃથ્વી પર ૯મું સૌથી મોટું રિએક્ટર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયા હાલમાં મોર્ટાર અને આરપીજીથી તેના પર હુમલો કરી રહ્યું છે. ઉર્જા કેન્દ્રના કેટલાક ભાગોમાં હાલમાં આગ લાગી છે. રશિયનોએ અગ્નિશામકો પર પણ ગોળીબાર કર્યો.
વાસ્તવમાં, રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈ કોઈ વળાંક પર પહોંચતી દેખાતી નથી. આ યુદ્ધમાં ફરીથી પરમાણુ યુદ્ધનું જોખમ વધી ગયું છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી યુક્રેનના ન્યુક્લિયર પાવર સ્ટેશન તેના નિશાના પર છે. અગાઉ, ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટને ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રશિયન સૈનિકોએ કબજે કરી લીધો હતો.
અમેરિકા સહિતના પヘમિી દેશો યુક્રેનને મદદ કરી રહ્યા છે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહેલાથી જ ચેતવણી આપી ચૂક્યા છે કે જો કોઈ બહારની વ્યક્તિ હસ્તક્ષેપ કરશે તો એવા પરિણામો આવશે જે પહેલાં ક્યારેય જોવા મળ્યા નથી. નિષ્ણાતો પુતિનની આ ધમકીને પરમાણુ યુદ્ધ સાથે જોડીને જોઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન (ICAN) અનુસાર, જો અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો મૃત્યુઆંક ૧૦૦ મિલિયનને પાર કરી જશે.