યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ભારતના રાજદૂતને હટાવ્યા
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ભારત સહિત પાંચ દેશોમાં રહેલા યુક્રેની રાજદૂતોને હટાવ્યા
(એજન્સી)કીવ, યુક્રેન-રશિયા યુદ્ધની સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ વોલેદિમિર ઝેલેન્સ્કીએ એક મોટું પગલું ભર્યું છે. તેમણે ભારત સહિત પાંચ દેશોમાં રહેલા પોતાના રાજદૂતોને કાઢી મુક્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિની વેબસાઈટ પર આપવામાં આવેલા આદેશ હેઠળ તેમણે જર્મનીમાં યુક્રેનના રાજદૂત એન્ડ્રી મેલનીકને પણ હાંકી કાઢ્યા છે.
આ ઉપરાંત હગેરી, ચેક ગણરાજ્ય, નોર્વે અને ભારતમાં રહેલા પોતાના રાજદૂતોને હટાવી દીધા છે. અલબત શનિવારે આપવામાં આવેલા આદેશમાં કોઈ જ કારણ રજૂ કરવામાં આવ્યું નથી. આ આદેશમાં એવી કોઈ માહિતી આપવામાં આવી નથી કે આ રાજદૂતોને અન્ય કોઈ દેશોમાં પોસ્ટીંગ મળી છે કે નહીં.