UKના નવા ઈમિગ્રેશન નિયમોથી ભારતીય વિદ્યાર્થીઓને પડશે ફટકો
નવી દિલ્હી, યુકે દ્વારા તેની ઈમિગ્રેશન પોલિસીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જાેકે, તેની અસર હાયર એજ્યુકેશન માટે યુકે જવાનું પ્લાનિંગ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે. UK’s new immigration rules will hit Indian students
યુકેના ગૃહ વિભાગના રાજ્ય સચિવ સુએલા બ્રેવરમેને ઈમિગ્રેશન પોલિસીમાં ફેરફારની જાહેરાત કરી છે. તેમણે જાહેર કરેલા નિવેદન પ્રમાણે ભારત સહિત વિદેશના નોન-રીસર્ચ પોસ્ટ-ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને હવે તેમના પરિવારના સભ્યો અથવા ડિપેન્ડન્ટ્સને તેમની સાથે યુકેમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
The significant rise in students bringing family members is putting untenable pressure on public services.
Tightening the student route will help to cut migration by restricting post-graduate students from bringing dependents or using the route as a backdoor to work. 1/2
— Suella Braverman MP (@SuellaBraverman) May 24, 2023
આ નવા નિયમો જાન્યુઆરી ૨૦૨૪થી અમલી બનશે. તેમણે જણાવ્યું હતું કે, ડિસેમ્બર ૨૦૨૨ એ પૂરા થયેલા વર્ષમાં સ્પોન્સર્ડ સ્ટુડન્ટ્સના ડિપેન્ડન્ટ્સને અંદાજીત ૧,૩૬,૦૦૦ વિઝા આપવામાં આવ્યા હતા. જે ૨૦૧૯માં ૧૬,૦૦૦ કરતા આઠ ગણા વધારે છે, જ્યારે સરકાર દ્વારા નેટ માઈગ્રેશન ઘટાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. જાેકે, એક્સપર્ટ્સનું માનવું છે કે આ ફેરફારથી ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ યુકેમાં અભ્યાસ અંગે વિચાર કરશે.
તેનાથી તેઓ અમેરિકા, ફ્રાન્સ અને આયર્લેન્ડ જેવા દેશો પર પસંદગી ઉતારી શકે છે. હાલમાં ગ્રેજ્યુએટ વિઝા નિયમો પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને તેમના ડિપેન્ડન્ટ્સ સાથે યુકેમાં રહેવાની, તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી વધુ બે વર્ષ રહેવા અને પોસ્ટ-સ્ટડી ગ્રેજ્યુએટ વિઝા માટે ચૂકવણી કરવાની મંજૂરી આપે છે.
2/2
— Suella Braverman MP (@SuellaBraverman) May 24, 2023
જાેકે, નવા નિયમોના સમાચારે આશ્ચર્યજનક રીતે યુકેમાં તેમનો અભ્યાસ આગળ વધારવાની યોજના બનાવી રહેલા અને તેમના જીવનસાથી, બાળકો અથવા માતા-પિતાને સાથે લાવવાની આશા રાખતા સંભવિત ભારતીય વિદ્યાર્થીઓમાં ભય અને ચિંતાની લાગણી જન્માવી છે.
યુકેની યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલમાં ઈન્ટરનેશનલ ડેવલોપમેન્ટમાં માસ્ટર્સસ કરી રહેલી ચંદીગઢની ભારતીય વિદ્યાર્થી સાક્ષી ભાટિયા ચોપરાનું માનવું છે કે એક તરફ બ્રિટિશ સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ડિપેન્ડન્ટ્સ પર અંકુશ દ્વારા નેશનલ હેલ્થ સર્વિસ જેવી ગવર્નમેન્ટ સાથે જાેડાયેલી જાહેર સેવાઓ પરના બોજને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે જ્યારે બીજી તરફ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ તેમની ફી સહિત જે આર્થિક લાભો લાવે છે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓના ડિપેન્ડન્ટ્સ યુકેની જાહેર સેવાઓ પર બોજ હોવા ઉપરાંત સ્થાનિક લોકો સાથે નોકરીઓ માટે સ્પર્ધા તરીકે માનવામાં આવે છે. સાક્ષીએ ઉમેર્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓ માટે આ પગલાનું નકારાત્મક પાસું પરિવારોનું વિભાજન હશે.
બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય અને યુકે કાઉન્સિલ ફોર ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ અફેર્સના પ્રમુખ કરન બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, આનાથી ચોક્કસપણે કેટલાક ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને અસર થશે. જાે તેઓ તેમના ડિપેન્ડન્ટ્સને તેમની સાથે લાવી શકતા નથી તો તેવામાં તેઓ એક વર્ષના માસ્ટર પ્રોગ્રામ માટે પણ અન્ય દેશની પસંદગી કરશે.SS1MS