યુકેની ઓફિશિયલ ઓસ્કાર એન્ટ્રી ‘સંતોષ’ ભારતમાં રિલીઝ નહીં થઈ શકે

મુંબઈ, સેન્સર બોર્ડે આંતરરાષ્ટ્રિય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મ ‘સંતોષ’ને ભારતમાં રિલીઝ થવા માટેની શક્યતા નહિંવત્ત છે. આ ફિલ્મ યુકે તરફથી ઓસ્કારમાં મોકલાયેલી ઓફિશિયલ એન્ટ્રી હતી, જે શોર્ટલિસ્ટના તબક્કા સુધી પહોંચી ગઈ હતી.
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, સેન્સર બોર્ડે આ ફિલ્મને મંજુરી આપવા માટે લાંબા લાંબા ૨૦ કટની યાદી આપી હતી, જેમાં પોલિસ ફોર્સ અને અન્ય કેટલાંક સામાજિક મુદ્દાઓનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતની વાત કરતી ‘સંતોષ’માં એક યુવાન વિધવા સ્ત્રીની વાત છે, જે પોતાના પતિના અવસાન બાદ તેના સ્થાને પોલિસની નોકરી સ્વીકારે છે. તેને પહેલો જ કેસ એક દલિત છોકરીના મર્ડરની તપાસનો મળે છે.
સંધ્યા સુરીની આ ફિલ્મમાં જાતિવાદના કારણે થતાં ભેદભાવ, પોલિસ દ્વારા થતી ક્›રતા, જાતિય હિંસા અને ઇસ્લામોફોબિયા જેવા મુદ્દા દર્શાવાયા છે. આ અંગે એક ઇન્ટરવ્યુમાં ‘સંતોષ’માં લીડ એક્ટ્રેસ તરીકે કામ કરનાર શહાના ગોસ્વામીએ કહ્યું, “સેન્સર બોર્ડે ફિલ્મ ભારતમાં રિલીઝ કરવા માટે જરૂરી ચેન્જનું એક લિસ્ટ આપ્યું છે પરંતુ ટીમ તરીકે અમે એ કટ સાથે સહમત નથી કારણ કે તેનાથી ફિલ્મની વાર્તા બિલકુલ બદલાઈ જશે.
તેથી અમે એવા તબક્કે પહોંચી ગયા છીએ કે આ ફિલ્મ ભારતમાં કદાચ રિલીઝ થશે જ નહીં.”શહાનાએ એવું પણ કહ્યું કે, ફિલ્મને સ્ક્રિપ્ટના પડાવ સુધી તો સેન્સરની મંજુરી મળી ગઈ ગતી, પરંતુ હવે તે મુશ્કેલીની સામનો કરી રહી છે. “આ બહુ દુઃખદ વાત છે કે સ્ક્રિપ્ટના તબક્કે મંજુર થઈ ગયેલી ફિલ્મને રિલીઝ કરવા યોગ્ય બનાવવા માટે આટલા બધા કટનો સામનો કરવો પડે છે.”
સંધ્યા સુરી દ્વારા રિલીઝ થયેલી આ ફિલ્મમાં શહાના સાથે સુનિતા રાજવાર પણ છે, આ ફિલ્મ ૨૦૨૪માં કેન્સ ફેસ્ટિવલમાં પણ પ્રીમિયર થઈ હતી, એ ઉપરાંત આ ફિલ્મ ઓટીટી પ્લેટફર્મ મુબી પર ભારતમાં ઉપલબ્ધ છે.SS1MS