ઉલ્ટા ચશ્મા ફેમ મુનમુન દત્તાને નડ્યો અકસ્માત
મુંબઈ, પોપ્યુલર કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાનું પાત્ર ભજવી રહેલી મુનમુન દત્તા ટ્રાવેલિંગની શોખીન છે, તેને શૂટિંગમાંથી સમય મળતાં સોલો ટ્રિપ પર નીકળી પડે છે. આ વર્ષની શરૂઆતમાં તે થાઈલેન્ડ ગઈ હતી અને ત્યાંથી આવીને જર્મની ઉપડી હતી.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી એક્ટ્રેસ ત્યાંથી પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહેતી હતી. જાે કે, આ ટ્રિપ દરમિયાન તેની સાથે કંઈક એવુ થયું કે તેણે એકાએક મુંબઈ પાછા ફરવું પડ્યું છે. વાત એમ છે કે, ત્યાં તેને નાનકડો અકસ્માત થયો હતો અને તેના કારણે ડાબા ઘૂંટણીમાં ઈજા પહોંચી છે.
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અચાનક પોતાની ટ્રિપનો અંત આવ્યો હોવાની માહિતી આપતાં મુનમુન દત્તાએ લખ્યું છે ‘જર્મનીમાં મને નાનકડો અકસ્માત નડ્યો. જેના કારણે મારા ડાબા ઘૂંટણમાં ઈજા થઈ છે. મારે મારી ટ્રિપ ખતમ કરવી પડી અને ઘરે પરત આવી રહી છું’.
તેની તબિયત વિશે જાણીને ફેન્સ ચિંતિત થયા છે અને ઈન્સ્ટાગ્રામ પર થોડા જ કલાક પહેલા શેર કરેલી એક પોસ્ટમાં ‘ગેટ વેલ સૂન’ કહી રહ્યા છે.
TMKOC ટીમમાંથી કોઈ ઈજાગ્રસ્ત થયું હોય તેવું હાલમાં બીજીવાર બન્યું છે. સીરિયલમાં ‘ચંપક ચાચા’નું પાત્ર ભજવી રહેલા અમિત ભટ્ટને સેટ પર ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું. એક સીનમાં તેમને ભાગવાનું હતું અને ત્યારે તેમણે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું અને પડી ગયા હતા.
તેમને ખૂબ ખરાબ રીતે ઈજા થઈ છે અને ડોક્ટર દ્વારા ૧૦-૧૨ દિવસ બેડરેસ્ટ કરવાની સલાહ આપી છે. એક્ટર હાલ શો માટે શૂટિંગ કરી રહ્યા નથી અને મેકર્સ પણ તેમને કો-ઓપરેટ કરી રહ્યા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સ્ક્રીન પર લાંબા સમયથી ચાલી રહેલા શોમાંથી એક છે. હાલમાં જ તેના ૧૪ વર્ષ પૂરા થતાં સેટ પર કેક કટિંગ સેરેમની યોજવામાં આવી હતી. આ સાથે ‘તારક મહેતા’ના પાત્રમાં સચિન શ્રોફની એન્ટ્રી પણ થઈ હતી, જેણે શૈલેષ લોઢાને રિપ્લેસ કર્યા હતા.SS1MS